ગમખ્વાર અકસ્માત / મોરબીમાં થયેલા કાર અકસ્માતના દર્દનાક ફોટો, 5 લોકોએ ગુમાવ્યો જીવ

મોરબી માળીયા હાઈવે પર બંધ પડેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં  કારમાં બેઠેલા યુવાન આનંદ શેખાવત સહિત પાંચના મોત…

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ બધી રહી છે. સાથે સાથે દરરોજ અનેકો લોકો અકસ્માતના પોતાનો જીવ ગુમાવે છે. આવા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જણાવીએ કે, મોરબી માળીયા હાઈવે પર બંધ પડેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં  કારમાં બેઠેલા યુવાન આનંદ શેખાવત સહિત પાંચ રાજસ્થાનીઓના મોત નીપજ્યાં છે. ટીંબડી ગામના પાટીયા પાસે થયેલા આ અકસ્મમાત બાદ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.SP, Dy.SP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો :જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

આ મામલે મળતી માહિતી અનુસાર, મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કાર GJ 36 F 1059 નો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પાંચ લોકોના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં સવાર આનંદ શેખાવાત (ઉ.વ 26), તારાચંદ (ઉ.વ.30), બિરજુભાઈ (ઉ.વ.22) પવન મિસ્ત્રી(ઉ.વ. 28) સહિત પાંચના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :હાલોલમાં એસ.ટી.ડેપો મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા

આ અકસ્માતમાં જે લોકોમાં મોત થયા છે તેમાં ચૌધરી કોમ્પલેક્ષ આશિર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંગ શેખાવત રહે. મૂળ ચુરૂ રાજસ્થાન અને હાલ રહે. ગણેશનાગર ટિંબડી પાટિયા, મોરબી-૨, તારાચંદ તેજપાલ બારાલા જાતે જાટ, અશોક બિલેડા, વિજેન્દ્રસિંગ અને પવન મિસ્ત્રીનો સમાવેશ થાય છે અને મૃતક આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જો કે આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :દહેગામના રાજમાર્ગો અને આંતરિક રસ્તા બન્યા બિસ્માર

જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને રસ્તા ઉપરથી ટ્રાફિક ક્લિયર કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો. અને જે કારણો અકસ્માત થયો છે તે લક્ષ્મીનગર ગામ બાજુથી મોરબી ગણેશનગર કે જયા આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટ રહેતા હતા તે બાજુ આવી રહી હતી તેવું પ્રાથમી તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :રંગીલા રાજકોટવાસીઓ જાણો ક્યારથી કરી શકશે ઈલેકટ્રીક બસની સવારી

આ ઘટનાની જાણ થતાં મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી રોડ પરનો ટ્રાફિક હળવો કરવા કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : કેન્સરથી સડી ગયું અડધું મોં જાણો કેવી રીતે આપ્યો ચહેરાને નવો ઓપ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment