જામનગર / રિલાયન્સ દ્વારા 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા

સમગ્ર  દેશમાં કોરોનાનું  સંક્રમણ વધી રહ્યી છે ત્યારે  સરકાર આ સંક્રમણને તોડવા  અથાગ પ્રયત્નો કરી રહ્યા છે .ત્યારેં  સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત  દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. તો આજે રિલાયન્સ ફાઉન્ડેશન  દ્વારા હાપા ગુડ્સ શેડથી ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ છે.

નોધનીય  છે કે, દેશભરમાંથી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ 19 થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે. રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery