જીલ્લામાં 700 આરોગ્ય કર્મીની હડતાલ, 500 કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓએ સંભાળી કામગીરી

Surendranagar / જીલ્લામાં 700 આરોગ્ય કર્મીની હડતાલ, 500 કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓએ સંભાળી કામગીરી

@ સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર…

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના 700થી વધુ કર્મચારીઓ ગ્રેડ પેની માંગ સાથે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેથી આરોગ્ય સેવા કથળે નહી તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોન્ટ્રાકટ બેઝના 500 કર્મચારીઓએ કામગીરી સંભાળી લીધી હતી. ગ્રામ્ય પંથકના દવાખાનાઓમાં દર્દીઓને તપાસવા, દવા આપવાની સહિતની કામગીરી રાબેતા મુજબ થઇ હતી. કોરોનાના કપરા સમયમાં કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓની છેલ્લા બે વર્ષથી ગ્રેડપેની માંગણી સંતોષાતી નથી.
આથી જિલ્લાના 700 હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. હડતાલના પગલે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પી.કે.પરમાર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે કોન્ટ્રાકટ કર્મીઓને કામગીરી સોંપી છે. બીજી તરફ ડોકટર ન હોવાથી દર્દીઓને પણ તપાસાયા હતા અને દવાઓ પણ અપાઇ હતી. જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મનોજ ભટ્ટ, મહામંત્રી મુન્નાભાઇ ચામડીયા દ્વારા કલેકટર કચેરીમાં રજૂઆત કરી માંગણીઓ સંતોષવા જણાવ્યુ હતુ.

સાયલા : સાયલા તાલુકાના 6 આરોગ્ય કેન્દ્ર અને તાલુકા હેલ્થ કચેરીના તમામ કેડરના 70 આરોગ્ય કર્મચારીઓ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે જોડાયા હડતાલ ઉપર ઉતર્યા છે.

મૂળી : 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ સેવા આપતા 60 કર્મીઓ હડતાલમાં જોડાતા લોકોને આરોગ્ય સેવામાં મુશ્કેલી સર્જાઇ હતી.

લખતર : તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરે મંગળવારે ઓપીડી ચલાવી હતી. બુધવારે યોજાતો મમતા સેશન કળમમાં ફિક્સ કર્મચારી દ્વારા યોજાશે.

ચોટીલા : તાલુકાના 68 કર્મચારીઓ હડતાલમાં જોડાતા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અલીગઢી તાળા લાગી ગયા છે. પીએચસી જનાર લોકોને ધક્કો પડ્યો હતો..

લીંબડી. તાલુકાના 83 કર્મચારીઓ હડતાળમાં જોડાયા 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળા લાગી ગયા છે. પીએચસી જનાર લોકોને ધક્કો પડ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...