મતગણતરી / 6 મનપાની ચૂંટણીમાં AAP અને BSP એ ખોલ્યું ખાતુ, સુરત-જામનગરમાં લોકોએ બતાવ્યો ભરોસો

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. શાસક ભાજપ, મુખ્ય વિપક્ષી કોંગ્રેસ, એનસીપી અને બસપા સિવાય નવા પક્ષોએ પણ આ વખતે ચૂંટણી લડી હતી.

મતગણતરી: ભાવનગરમાં જાણો કોણે મારી બાજી? ભાજપ-કોંગ્રેસ કે પછી AAP?

જેમાં ખાસ કરીને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ મુસલીમિન (એઆઈઆઈએમ) અને કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) નો સમાવેશ થાય છે. અહીં પહેલીવાર આ બંને પક્ષોએ જબરદસ્ત તાકાત બતાવી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતનાં સુરત મહાનગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે. આમ આદમી પાર્ટીએ અહીંની સુરત મહાનગર પાલિકાની વોર્ડ નંબર-16 ની ચારેય બેઠકો અને વોર્ડ નંબર-4 ની ચાર બેઠકો જીતી લીધી છે.

મતગણતરી: CM રૂપાણીનાં ગઢ રાજકોટમાં કોંગ્રેસે આખરે ખોલ્યું ખાતુ

આપ અને એઆઈએમઆઈએમ પાર્ટીઓ ઉપરાંત, માયાવતીની આગેવાનીવાળી બીએસપી (બહુજન સમાજ પાર્ટી) એ પણ ગુજરાતમાં પોતાની છાપ છોડી છે. જામનગરનાં વોર્ડ નંબર-6 માં બીએસપીનો વિજય થયો છે. ચૂંટણીમાં બસપાનાં ત્રણ ઉમેદવારો જીત્યા છે. કુલ 2275 ઉમેદવારોએ જીત અને હારનો નિર્ણય લેવાનો છે. આ તમામ ઉમેદવારો છ મહાનગરપાલિકાઓની બેઠકો પર ઉભા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery