આજીવન કેદની સજા / ભાવનગરના સીદસર ગામમાં હત્યા કેસના આરોપીને આજીવનની કેદ

ભાવનગરના સીદસર ગામે બે વર્ષ પહેલાં ઝઘડો નહી કરવા સમજાવવા ગયેલા શખ્સ પર ઉશકાયેલા શખ્સે હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં પકડાયેલા આરોપીને કોર્ટે આજીવનની સજા ફટકારી હતી.

સીદસર ગામમાં બે વર્ષ પહેલા 25 વારીયામાં બનેલા એક હત્યાના બનાવ અંગે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ સજા ફટકારી છે. ભાવનગરના સિદસરના 25 વારીયામાં બે વર્ષ પહેલા ઝગડો નહીં કરવા સમજાવા ગયેલા યુવાનની મંદિરમાં રાખેલી કટાર લઈને આરોપીએ છાતીમાં ભોંકી દઇ હત્યા કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને સાક્ષી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાચ્છાણીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી

બે વર્ષ પહેલા સીદસર 25 વારીયામાં રહેતા ગીતાબેન નરેશભાઇ ઝાંઝમેરા સાથે આશિષ જગદીશભાઇ મકવાણા નામનો શખ્સ ઝગડો કરતો હોવાથી ગીતાબેને તેના જમાઇ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.21ને બોલાવ્યા હતા અને યોગીરાજસિંહ આશિષને ઝગડો નહીં કરવા સમજાવવા જતા આશિષે ઉશ્કેરાઇ જઇ મંદિરમાં રાખેલી કટાર લઇ યોગીરાજસિંહની છાતીમાં એક ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતુ. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ગોહિલ ઉ.વ.50એ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

 હત્યા કેસમાં  ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીની દલીલો, 13 સાક્ષી અને 28 દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વાચ્છાણીએ હત્યાનો ગુનો સાબીત માની આરોપી આશિષ જગદિશભાઇ મકવાણા ઉ.વ.21ને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રોકડ દંડ પણ ફટકાર્યો હતો.

Reporter Name: garima rao

More Stories


Loading ...

Top Stories


Photo Gallery