પ્રહાર / AIMIMના વડા ઓવૈસીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન,મલેરિયાની દવા ખરીદવાની ઓકાત નથી…

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે SP, BSP, RLD અને કોંગ્રેસે મુસ્લિમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે SP, BSP, RLD અને કોંગ્રેસે મુસ્લિમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. મુઝફ્ફરનગર રમખાણોમાં સપા મુસ્લિમોને ન્યાય ન અપાવી શકી, જ્યારે 70 મુસ્લિમ ધારાસભ્યો હતા. વિધાનસભાની ચૂંટણી પુરી તાકાતથી લડવામાં આવશે. જો NPR લાગુ કરવામાં આવશે તો અમે મુઝફ્ફરનગરથી જ વિરોધ કરીશું. આ સાથે જ તેણે પાકિસ્તાનને પણ આડે હાથ લીધું હતું.

અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનના મંત્રી પર નિશાન સાધતા કહ્યું કે ક્રિકેટમાં જીત પર ખોટા નિવેદનો ન કરો. પાકિસ્તાન પાસે મેલેરિયાની દવા ખરીદવાની ક્ષમતા પણ નથી.અમારા દેશમાં જે કંઈ છે તે અમારા ઘરની વાત છે.

મુઝફ્ફરનગરના મદીના ચોક ખાતે શોષિત વંચિત સમાજ સંમેલનમાં પહોંચેલા ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમો સાથે હંમેશા અન્યાય થયો છે. જો મુસ્લિમો કંઈપણ હાંસલ કરવા માંગતા હોય તો તેમણે રાજકીય સત્તા મેળવવી પડશે. તે જીવન અને મૃત્યુની પસંદગી છે. જેની પાસે રાજકીય સત્તા છે, તેમને ન્યાય મળે છે. રાજકારણમાં જેની લાકડી, તેની ભેંસ જેવી સ્થિતિ ચાલી રહી છે. ત્રિપુરામાં મસ્જિદ તોડી પાડવામાં આવે છે, પરંતુ ભાજપ સરકાર કંઈ બોલતી નથી. તેમણે ફુલતના મૌલાના કલીમ સિદ્દીકી સામે કેસ દાખલ કરવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

ખતૌલીના ધારાસભ્ય વિક્રમ સૈનીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, સરકારે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવી જોઈએ. આવા ધારાસભ્યને કેમ નિર્દોષ જાહેર કરવામાં આવે છે? તેમનું નામ લીધા વિના તેમણે પૂર્વ સાંસદ કાદિર રાણા પર પણ નિશાન સાધ્યું હતું.

 


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment