બચ્ચને કર્યો બોલરૂમ ડાન્સ / અમિતાભ બચ્ચને કૃતિ સેનન સાથે કર્યો “બોલરૂમ” ડાન્સ, તસવીરો થઇ વાઈરલ

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે અને જેમાં કૃતિ અને અમિતાભ બચ્ચન KBC ના સેટ પર દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન કાળા રંગના શૂટમાં કૃતિ સાથે ડાન્સ કરતા ઉભા દેખાઈ રહ્યા છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગલું માંડતા પહેલા પોતાના જીવનના ઘણા વર્ષો કોલકત્તામાં વિતાવ્યા હતા. વર્ષ 1963થી લઈને વર્ષ 1968 સુધી બચ્ચન સાડા પાંચ વર્ષ કોલકત્તામાં કામ કરતા હતા. તેમણે મંગળવારે એક તસવીર શેર કરી હતી અને તે શેર કરતી વેળાએ તેમને જુના દિવસો યાદ આવી ગયા હતા. જોકે આ તસવીર  જુના જમાનાની નથી પરંતુ બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન સાથેની છે. કૃતિ સાથે તેઓ કપલ ડાન્સના બોલરૂમ ડાન્સ કરતાં પોઝમાં ઉભા છે અને તે દરમિયાન તસવીર લેવામાં આવી હતી.

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે અને જેમાં કૃતિ અને અમિતાભ બચ્ચન KBC ના સેટ પર દેખાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન કાળા રંગના શૂટમાં કૃતિ સાથે ડાન્સ કરતા ઉભા દેખાઈ રહ્યા છે. કૃતિએ લાલ રંગનું ગાઉન પહેર્યું છે. ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, લાલ રંગની ડ્રેસમાં એક ખૂબસૂરત મહિલા- કૃતિ સેનન સાથે બોલરૂમ ડાન્સિંગ. આહ.. મને ફરીથી કોલેજ અને કોલકત્તાના દિવસો યાદ આવી ગયા. અમિતાભે આ તસવીરો શેર કરતાની સાથે જ બે લાખથી વધારે લાઈક આવી ગયા છે. તો તેમના ચાહકો પણ ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

 

મુંબઈ જઈને ફિલ્મમાં કામ કરતા પહેલા અમિતાભ કોલકત્તામાં ઘણી કંપનીઓમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરી રહ્યા હતા. કોલકત્તામાં કામ કરતાની સાથે તેઓ નાટક કંપનીઓમાં કામ કરતા હતા અને ત્યાંજ તેમની પ્રતિભા વધુ નીખરી હતી. તેમના નાટકનો અભિનય થીયેટર સુધી ખેંચી ગયો હતો. તેમણે કોલકત્તામાં જ “ બર્ડ એન્ડ હિલ્જર્સ” કંપનીમાં 500 રૂપિયા પગાર મળતો હતો જેમાં છેલ્લો પગાર 1680 રૂપિયા હતો.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment