bangladesh / બાંગ્લાદેશમાં ઇસ્લામી ચરમપંથીઓએ હિન્દુઓને દુર્ગાપૂજા કરતા રોક્યા,મંદિરથી હટાવવામાં આવી મૂર્તિઓ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુ સમુદાયને દુર્ગાપૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે.ઇસ્લામી ચરમપંથીઓ દ્વારા શંખનિધિ મંદિરમાં હિંદુઓ શ્રદ્ધાળુઓને પૂજા કરવામાં આવી ન હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુ સમુદાયને દુર્ગાપૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલા ટીપુ સુલતાન રોડ પર આવેલા દુર્ગા મંદિરમાં હિન્દુઓને સ્થાનિક મુસ્લિમો દ્વારા નવરાત્રિ પૂજા કરતા રોકવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ સંબંધમાં જાણકારી ટ્વીટર પર શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે, ઇસ્લામી ચરમપંથીઓ દ્વારા શંખનિધિ મંદિરમાં હિંદુઓ શ્રદ્ધાળુઓને પૂજા કરવામાં આવી ન હતી. બાંગ્લાદેશ સરકારે દુર્ગાપૂજા હિન્દુઓને એક હંગામી જગ્યા આપી છે.

સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી જાણકારી મુજબ, દુર્ગા મંદિરમાં રહેલા દેવી દેવતાઓની મૂર્તિઓને પણ ત્યાંથી ખસેડી લેવામાં આવી છે, જ્યાં હવે હિન્દુઓ સરળતાથી વ્યવસ્થિત રીતે પૂજા કરી શકશે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે કહ્યું હતું કે, એક દિવસ અમે હિન્દુ મંદિર બચાવવામાં જરૂરથી સફળ થઇશું. આ સાથે જ કાઉન્સિલ દ્વારા ત્યાંની તસવીર પણ શેર કરવામાં આવી હતી કે જ્યાં દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ મંદિરનું નિર્માણ વર્ષ 1921માં કોલકત્તાના લાલમોહન સાહામાં કરવામાં આવ્યું હતું. મંદિરની સાથે શંખનિધિ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું. 1971માં પાકિસ્તાનથી અલગ પડ્યા બાદ ઘણા હિન્દુઓ બાંગ્લાદેશ જઈને વસ્યા હતા પરંતુ ત્યાની સરકારે શંખનિધિ હાઉસને પ્રાઈવેટ હાથોમાં સોંપી દીધું હતું.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment