સાવચેત રહે જો… કચ્છમાં કોરોનાનાં નવા સ્ટ્રેઇનની એન્ટ્રી

Covid-19 / સાવચેત રહે જો… કચ્છમાં કોરોનાનાં નવા સ્ટ્રેઇનની એન્ટ્રી

કોરોના મૂળ સ્વરુપમાં એટલે કે Covid – 19 વિશ્વભરમાં આજે પણ હાહાકાર મચાવી જ રહ્યો છે. કોરોનાનાં હાહાકાર વચ્ચે કોરોનાનાં નવા સ્ટ્રેને યુરોપમાં એન્ટ્રી મારી અને દેખા દીધા અને ફેલાવવામાં અત્યંત ઝડપી અને મૂળ કોવિડ – 19 કરતા પણ વધુ ખતરનાક કોરોનાનો નવો સ્ટ્રેન જોત જોતામાં દુનિયાનાં અનેક દેશોમાં એન્ટર થઇ ગયો.

ભારતમાં પણ કોરોનાનાં નવા સ્ટ્રેનની એન્ટ્રી વિદેશથી આવતા મુસાફરો મારફત થઇ ગઇ છે. અને હાલ દેશમાં અનેક કેસ નોંધાઇ પણ ચૂક્યા છે. જો કે, ગુજરાતમાં પણ કોરોનાનાં નવા સ્ટ્રેનની એન્ટ્રી તો થઇ જ ગઇ છે અને નવા સ્ટ્રેનનાં કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. ત્યારે કોરોનાનો નવો સ્ટ્રેન છેક ગુજરાતનાં છેવાડાનાં જીલ્લા કચ્છમા પણ પ્રેવશી ચૂક્યાનું સામે આવી રહ્યું છે.

કચ્છમાં કોરોનાના નવા સ્ટ્રેનએ એન્ટ્રી મારી દીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છનાં માંડવી શહેરમાં આવેલ એક NRI યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને રિપોર્ટમાં કોરોનાનાં નવા સ્ટ્રેનની હાજરીની પુષ્ટી થઇ છે. આપને જણાવી દઇએ કે, માંડવી આવેલા NIR યુવકનો કોરોના રિપોર્ટ પુણેની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં નવા સ્ટ્રેન સાથે કોરોના પોઝિટિવ હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, 13 દિવસે સ્ટ્રેનનો રિપોર્ટ આવ્યો છે. લંડનથી આવેલો NRI યુવક હાલ હોસ્પિટલમાં દાખલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...