જીવનમાં પણ રાજકીય દાવપેચ ? / મારા છૂટાછેડા માટે ભાજપ જવાબદાર છે : ‘આપ’ કાઉન્સેલર ઋતા દુધાગરા

ઋતા ના પતિએ આક્ષેપ કર્યા છે કે, ઋતા આપ ગુજરાત સંગઠનના કાર્યકર્તા સાથે ભાગી ગઈ હતી

રાજકીયનેતાઓના જીવનમાં પણ રાજકીય રમખાણ જોવા મળ્યું છે. આવો જ એક કીસ્સ્સો સુરત શહેરમાં જોવા મળ્યો છે. જ્યાં પતિ-પત્નીના જીવનમાં પણ રાજકીય દાવપેચ રમાઈ  રહ્યા છે.

સુરતના આપના વોર્ડ નંબર 3ની મહિલા કાઉન્સિલર ઋતા દુધાગરા દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઋતા દુધાગરાના ખંડિત લગ્ન જીવન માટે તેમણે ભાજપ ઉપ આક્ષેપ મુક્યા છે. તેમણે પત્રકાર પરિષદ યોજી તેમના જીવનમાં આવેલી ઉથલપાથલ એટલે કે લગ્ન જીવનમાં આવેલા ભંગાણ માટે સીધા જ ભાજપ ને જવાબદાર ઠેરવ્યા છે.

ઋતા દુધાગરા એ જણાવ્યું કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ટસના મસ  થયા ના હતા. ત્યાર્ર બાદ ધારસભ્ય દ્વારા તેમના પતિ શહેર નો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેમણે પતિ મારફતે તેમણે ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને મોટી રકમની લાલચ આપવામાં આવી હતી.

જો કે ઋતા દુધાગરા ટસના મસ થયા ના હતા. પરંતુ તેમના પતિ ભાજપના પૈસાની લાલચમાં આવી ગયા અને પૈસા લઈને ભાજપમાં જોડાઈ ગયા અને આ બાબતે મન  દુઃખ થતા બંને વચ્ચે ખટરાગ ઉત્પન્ન થતા વાત છૂટાછેડા  સુધી પહોચી હતી. અને બન્ને છુટાછેડા લઇ ચુક્યા છે. પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા કરાવી પાપ લીલા આચરી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.

આપના કૉર્પોરેટર ઋતા દૂધાગરાનો આરોપ છે કે ભાજપના ધારાસભ્ય તેમને 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આટલું જ નહીં. તે ઓફરનો સ્વીકાર ન કરતાં કોર્પોરેટરના પતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું જે બાદ તેમણે પતિ સાથે છૂટા થવાનો નિર્ણય લેવો પડ્યો.

જયારે આ મામલે ઋતા દુધાગરાના પતિનું કહેવું છે કે, આપ સુરત યુવા મહામંત્રી કેયુર કાકડીયા,સુરત શહેર આપ પ્રમુખ મહેન્દ્ર નાવડીવાએ પત્ની ઋતા સાથે સેક્સ લીલાનો વીડિયો બનાવ્યો છે એટલે ઋતા દબાણમાં છે અને આવા નિવેદન કરે છે. જેના દબાણમાં આવી ઋતા આ પ્રકારે આરોપ લગાવે છે.

વધુમાં ઋતા ના પતિએ આક્ષેપ કર્યા છે કે, ઋતા આપ ગુજરાત સંગઠનના કાર્યકર્તા સાથે ભાગી ગઈ હતી. મે 25 લાખ ભાજપ પાસે લીધા નથી કે કોઈ ભાજપ ના ધારાસભ્ય સાથે સંપર્ક નથી. આપ ના યુવા મહામંત્રી કેયુર કાકડીયા ઋતાને ફરજીયાત છૂટાછેડા લેવડાવી બ્રેઇનવોશ કર્યો છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment