દુષ્કર્મ કેસ / સુરતમાં ઉધના વિસ્તારની સગીરાને બ્લેકમેલ કરી ઢગાએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ બાદ ગુનો દાખલ

સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક સગીરાને ઉધના ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ દ્વારા બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ સગીરાએ લગાવ્યો છે. આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં તેની ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવારજનો સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોચી હતી. અને પોલીસ કમિશ્નરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.

મને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું છે : પીડિતા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ વિરુદ્ધ સગીરાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સગીરાએ જણાવ્યું હતું કે તેણે શોશ્યલ મીડિયામાં તે મેસેજ કરતો હતો. હું તેને ભાઈ માનીને વાતચીત કરતી હતી. અને બાદમાં વિશાલે તે મેસેજ અને વિડીયો કોલ કરી મને બ્લેકમેઈલ કરતો હતો. અને બાદમાં તેણે બ્લેક મેઈલ કરીને ૩ વખત દુષ્કર્મ આચર્યું છે. આ બનાવ અંગે અમે ઉધના પોલીસ મથકમાં ફરીયાદ નોધાવવા ગયા હતા. પરંતુ પોલીસે અમારી ફરિયાદ લીધી ન હતી. આ ઉપરાંત તે જે ફોટાથી મને બ્લેક મેઈલ કરતો હતો તે ફોટા પણ પોલીસે ડીલીટ કરી દીધા હતા. હવે હું પોલીસ કમિશ્નર કચેરીમાં ન્યાય માટે આવી છું મને ન્યાય નહી મળે તો હું આપઘાત કરી લઈશ.

ગતરોજ જ વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ પર છેડતી અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોધાયો

ઉલ્લેખનીય છે કે આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ વિરુદ્ધ ગતરોજ જ ઉધના પોલીસ મથકમાં છેડતી અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી વિશાલે ઉધના વિસ્તારમાં રહેતી કાપડ વેપારીની ૧૫ વર્ષીય પુત્રીને વાત કરવાના બહાને અગાસી પર બોલાવી હતી. અને બાદમાં તેનો હાથ પકડી શારીરિક છેડતી કરી હતી. જેથી આ મામલે તરુણીએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉધના પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા

આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ ભાજપનો કાર્યકર હોવાની ચર્ચાઓ છે. તેના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા છે. ત્યારે તેની સામે છેડતીનો ગુનો નોંધાતા સુરતના રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળ્યો છે. એક છેડતીનો ગુનો નોધાયા બાદ હવે બીજી સગીરા સામે આવી છે અને તેણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ત્યારે પોલીસ આ મામલે હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery