લીલા રંગનાં પટિયાલા પોશાકમાં ધનાશ્રી વર્માનો ડાંસ કરતો ધમાકેદાર વીડિયો વાયરલ

Not Set / લીલા રંગનાં પટિયાલા પોશાકમાં ધનાશ્રી વર્માનો ડાંસ કરતો ધમાકેદાર વીડિયો વાયરલ

 

પ્રખ્યાત યુટ્યુબર અને ડાંસર ધનાશ્રી વર્માનો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર એક ડોક્ટર તેમજ કોરિયોગ્રાફર પણ છે. ધનાશ્રી વર્માનાં ડાંસ વીડિયો ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. તાજેતરમાં, ડાંસરનો એક વીડિયો યુટ્યુબ પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં ધનાશ્રી લીલા રંગનાં પટિયાલાનો પોશાકો પહેરેલી જોવા મળી રહી છે અને પંજાબી ગીત વંગા કાલિયાંપર ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયો ધનાશ્રીની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યો છે.

આ વીડિયોમાં ધનાશ્રી વર્મા એક ખાસ અંદાજમાં જોવા મળી રહી છે. ડાંસરનાં ડાંસ મૂવ્સને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ધનાશ્રી વર્માનાં આ વીડિયોને યુટ્યુબ પર અત્યાર સુધી 3 લાખ 99 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ડાંસરનો આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ધનાશ્રી વર્માએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, જે દરમિયાન તેને તેના મંગેતર યુઝવેન્દ્ર ચહલ દ્વારા ઘણી આશ્ચર્યજનક ભેટો મળ્યા હતા, જેની તસવીરો ધનાશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આપને જણાવી દઇએ કે, ધનાશ્રી વર્મા ડાંસરની સાથે ડોક્ટર પણ છે, પરંતુ તેણે પોતાના ડાંસથી પણ જબરદસ્ત ઓળખ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ધનાશ્રી વર્મા એક યુ-ટ્યુબર છે અને ઘણીવાર ડાંસને લગતી વર્કશોપ યોજે છે. તાજેતરમાં જ તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ પણ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.


More Stories


Loading ...