કોરોના લાવી શકે છે માનસિક રોગ “હતાશા”ની સુનામી….

Not Set / કોરોના લાવી શકે છે માનસિક રોગ “હતાશા”ની સુનામી….

 

વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો હતાશાનો શિકાર બની રહ્યા છે. કોઈ ધંધા તૂટી પડવાના કારણે હતાશ થાય છે, તો કોઈ શાળાઓ નહિ ખૂલવાને લઈને તો ઘણાં ખરા કોરોનાના દરને લઈને છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં બંધ રહેવાને કારણે હતાસાનો સામનો કરી રહ્યા છે. તો કેટલાક લોકો  નોકરી પર લટકતી તલવારને લઈને, તો કોઈને ભવિષ્યની ચિંતા હતાશાની ગર્તામાં ધકેલી રહી છે.

આવ વિવિધ કારણોસર હોસ્પિટલોના માનસિક રોગો વિભાગમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં, ભારતીયોની આગેવાનીવાળી આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે દાવો કર્યો છે કે કોવિડ -19 (કોરોના વાયરસ) જલ્દીથી માનસિક આરોગ્ય સમસ્યાઓનું વૈશ્વિક સુનામી લાવી શકે છે.

Depression: Q and A - myDr.com.au

યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીના આ પેપરના લેખક વિક્રમ પટેલ કહે છે, “માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વૈશ્વિક સ્તરે આરોગ્યની સૌથી અવગણનામાંની એક છે, જે કોરોના રોગચાળા પછી વધી છે.”

પટેલ કહે છે કે કોવિડ -19 રોગચાળો માનસિક સ્વાસ્થ્યનો સામાજિક નિર્ધારક બની ગયો છે, જે તેને વધુ ખરાબ કરવા દબાણ કરે છે. યુ.એસ.માં કોરોના વાયરસ અંગેની ઇ.એસ.સી.એમ. આઈ.ડી. કોન્ફરન્સમાં પ્રસ્તુત આ અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે રોગચાળા પહેલા માનસિક સ્વાસ્થ્ય પર દબાણ, જે પહેલાથી નોંધપાત્ર પ્રમાણમાં હાજર છે, તે ભયજનક દરે વધી રહ્યું છે. પટેલે જણાવ્યું હતું કે ઘણા એવા પ્રશ્નો છે જે વસ્તીના મોટા ભાગોને અસર કરે છે, જેમાં નોકરીની અનિશ્ચિતતાઓ અને આવકની અસુરક્ષા, સામાજિક બહિષ્કાર, શાળાઓ બંધ થવી અને પરિવારો પર ભારે દબાણનો સમાવેશ થાય છે.

Anxiety vs. Depression: What's the Difference? | The Recovery Village

વિકાસનું ચક્ર ઊંધું ફરી રહ્યું છે.

વિક્રમ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, “આ બધા સિવાય તબીબી સારસંભાળ અને  સંભવિત ઘરેલુ હિંસા અને તેમાયે સૌથી વધુ કોરોનાથી સંક્રમિત થવાનો ડર લોકોની માનસિક હતાશામાં મોટો વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ રોગચાળો ઘણાં વર્ષોની વૈશ્વિક વિકાસની ગતિને ઘણાં વર્ષો પાછળ ધકેલી શકે છે.. આમાં જે દેશો પહેલેથી જ પછાત છે તેઓને ઘણું નુકસાન વેઠવું પડશે.

ગત ઓગસ્ટમાં વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસનો અંદાજ છે કે રોગચાળાને કારણે 100 મિલિયનથી વધુ લોકો ગરીબીની રેખા નીચે પહોંચી શકે છે. રોગચાળાને કારણે આર્થિક મંદી અને માનસિક અસ્વસ્થતા સુનામી તમામ દેશોમાં ફેલાઇ રહી છે. તેમણે કહ્યું કે રોગચાળા પહેલા માનસિક અસ્વસ્થતાનું કટોકટી એક મોટો પ્રશ્ન હતો, જે હવે વધારે ગાઢ બન્યો છે.

અસરકારક પગલાં જરૂરી છે

નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વ હજી કોવિડ -19 નો સામનો કરી રહ્યું છે. ઘણા મહિનાઓથી ચાલી રહેલા લોકડાઉન પછી, મોટાભાગના દેશોમાં જીવન હવે સામાન્ય સ્થિતિની દિશામાં છે. પરંતુ એવા સ્થળોએ જ્યાં ચેપના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનને કારણે ઘણા લોકો માનસિક અસ્વસ્થતા ની અવસ્થામાં હતા જે લગભગ ત્રણથી ચાર મહિના સુધી ઘરમાં કેદ હતા., તે હવે ફરીથી લોકડાઉન થવાથી તેમ્નીસંસ્યામાં વધારો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.


More Stories


Loading ...