Viral Video/ ધનાશ્રી વર્માનો ‘છૈયા છૈયા’ ગીત પર ધમાકેદાર ડાંસ

Not Set / Viral Video/ ધનાશ્રી વર્માનો ‘છૈયા છૈયા’ ગીત પર ધમાકેદાર ડાંસ

 

જાણીતી યુટ્યુબર અને ડાંસર ધનાશ્રી વર્માનો વીડિયો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતરનાં ડાંસ વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. ધનાશ્રી વર્મા એક ડોક્ટર તેમજ કોરિયોગ્રાફર છે. તાજેતરમાં જ ધનાશ્રી વર્માનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધનાશ્રી, શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાનાં છૈયા છૈયા સોંગપર ધમાકેદાર અંદાજમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ધનાશ્રીની અંદાજ ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

આ વીડિયોને ધનાશ્રી વર્માએ તેના યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ડાંસરની ચાલ વીડિયોમાં એકદમ ધમાકેદાર લાગી રહી છે. ધનાશ્રીનાં આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. ધનાશ્રી વર્માનાં વીડિયો ઘણીવાર વાયરલ થતા હોય છે, આ વખતે પણ આવું જ બન્યું છે.

આ પણ વાંચો – AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, સંજય રાઉત બોલ્યા…

આપને જણાવી દઇએ કે, ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે પોતાના ડાંસથી પણ જબરદસ્ત ઓળખ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ધનાશ્રી વર્મા એક યુટ્યુબર છે અને ઘણીવાર ડાંસને લગતી વર્કશોપ યોજે છે. તાજેતરમાં જ તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.


More Stories


Loading ...