શહેરને મળશે 1.34 કરોડના ખર્ચે નવો 80 ફૂટનો રોડ, લેવલીંગ-કટિંગ કામ કરાયું શરુ

Surendranagar / શહેરને મળશે 1.34 કરોડના ખર્ચે નવો 80 ફૂટનો રોડ, લેવલીંગ-કટિંગ કામ કરાયું શરુ

@ સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર…

સુરેન્દ્રનગર નવો 80 ફુટ રોડ અતિ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હાલ પાલિકા દ્વારા આ રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 1.34 કરોડના ખર્ચે 6 મીટર પહોળો અને 1200 મીટર લંબાઇ ધરાવતો રસ્તો બનાવવામાં આવશે. સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર અંદાજે 20 થી વધુ સોસાયટીમાં 7 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. નવા 80 ફુટ રોડનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર બનતા 20 થી વધુ સોસાયટીના રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આથી પાલિકા તંત્ર દ્વારા લોકોની મુશ્કેલી ધ્યાને રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ ઓફસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એન્જીનીયર કે.જી.હેરમા સહીતની ટીમ દ્વારા સોમવારથી રસ્તાનું કટીંગ, લેવલીંગ, સહીતની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ રસ્તાની કુલ લંબાઇ અંદાજે 1200 મીટરથી વધુ અને પહોળાઇ 6 મીટર જેટલી રહેશે. અને રસ્તાના નવીનીકરણ પાછળ અંદાજે રૂપિયા 1.34 કરોડનો ખર્ચ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...