બેકાબુ કોરોના / કોરોના ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રી કાલે રાજકોટ પહોંચશે : 11 કલાકે કલેકટર ઓફિસે તાકીદની બેઠક

 રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ દિનપ્રતિદિન વધારે વકરતી જાય છે. આજે નવા 200 કેસ બપોર સુધીમાં નોંધાયા છે, ત્યારે સ્થાનિક લેવલે પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે ટીમો બનાવી અને કામ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. રાજકોટની પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી તેના માદરે વતન રાજકોટ આવતીકાલે ખાસ ઉપસ્થિત રહેશે અને 11 કલાકે કલેકટર કચેરીએ તાકીદની બેઠક યોજી રહ્યા છે. જેમાં રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કોરોનાને કંટ્રોલ કરવા માટે ખાસ રૂપરેખા ઘડશે.

છતીસગઢ નક્સલી હુમલો / બીજાપુર હુમલા કેસમાં રાહતના સમાચાર, 5 દિવસ બાદ નક્સલીઓએ બંધક CRPF જવાનને કર્યો મુક્ત, કઈ રીતે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સવારે કોરોનાની સ્થિતિને થાળે પાડવા માટે રાજકોટ આવી રહ્યા છે. તેઓ 10:45 કલાકે રાજકોટ આવશે અને સીધા કલેકટર ઓફિસ પર તાકિદની મિટિંગમાં ભાગ લઇ અને માર્ગદર્શન પૂરું પાડશે.સવારે 11 થી 1 સુધી તેઓ મીટીંગની અધ્યક્ષતા કરશે, તેમજ કોરોનાને વીજળીવેગે ઝડપ તો ફેલાતો અટકાવવા માટે ખાસ માર્ગદર્શન અને પગલા ઓ સુચવશે જેનું સત્વરે પાલન કરવા માટે તેઓ અધિકારીઓને તેમજ તંત્ર અને સુચન કરશે, જેથી આગામી દિવસોમાં રાજકોટ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ભારતીય રેલ્વે / 10 એપ્રિલથી શરૂ થશે શતાબ્દી, દુરંતો અને હમસફર ટ્રેનો, જાણો સમગ્ર સૂચિ અને મુસાફરીના નિયમ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery