વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 8900 લોકોનાં કોરોનાથી મોત, દેશ – દુનિયા સહિત ગુજરાતની પરિસ્થિતિનો ચિતાર

Corona Virus / વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 8900 લોકોનાં કોરોનાથી મોત, દેશ – દુનિયા સહિત ગુજરાતની પરિસ્થિતિનો ચિતાર

કોરોનાનો હાહાકાર ફરી એક વખત વિશ્વ – દેશ સહિત ગુજરાતમાં છાપરે ચડી પોકારી રહ્યો છે. તજજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ ચૂકી છે અને હાલ તે પીકમાં છે, તો વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યુ છે.

તજજ્ઞોનું માનવામાં આવે અને ભારતનાં સંદર્ભમા જોવામાં આવે તો જો આ બીજી લહેર હોય અને વિશ્વમા અનેક દેશો ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા હોય તો બીજી પછી ત્રીજી પણ આવશે જ તે પાક્કી વાત કહી શકાય. જ્યારે બીજીનાં ભણકારાથી લોકો થથરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં જો સંયમ વર્તવામાં ન આવે તો શુ થશે તે સમજી શકાય તેવી વાત છે. કોરોના ફરી સબળતાથી માંથુ ઉંચકી રહ્યો છે અને તેના પુરાવા આ આંકડા છે, આવો નજર કરીએ દેશ – દુનિયા સહિત ગુજરાતનાં પાછલા 24 કલાકનાં કોરોના અંકો પર…

દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર

 • વિશ્વમાં 24 કલાકમાં નવા 5.75 લાખ કોરોના કેસ
 • વિશ્વમાં કુલ કેસનો આંક 5.84 કરોડને પાર
 • અમેરિકામાં 24 કલાકમાં નવા 1.67 લાખ કેસ
 • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 32 હજાર કેસ
 • વિશ્વમાં 24 કલાકમાં 8,900 લોકોનાં કોરોનાથી મોત

ભારતમાં કોરોનાની સ્થિતિ

 • દેશમાં નવા 45 હજાર કેસ સામે 44 હજાર દર્દી રિકવર
 • દેશમાં કોરોનાનાં કુલ 91 લાખને લગોલગ કેસ
 • દેશમાં કોરોનાથી કુલ 1.33 લાખ લોકોનાં મોત
 • દેશમાં હાલ કોરોનાનાં 4.40 લાખ એકટિવ કેસ
 • દેશમાં અત્યાર સુધી કુલ 85 લાખ દર્દી રિકવર કરાયા
 • કોરોનાનાં નવા કેસ સામે ઘટયો રિકવરી રેટ

દેશમાં ફરી નવા કેસ સામે ઘટયો રિકવરી રેટ. 24 કલાકમાં નવા 45 હજાર કેસ સામે 44 હજાર દર્દી રિકવર. તો વિશ્વમાં નવા 5.75 લાખ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

 • ગુજરાતમાં કોરોનાનો સેકન્ડ વેવ!
 • અત્યાર સુધીનો સૌથી મોટો આંક!
 • 24 કલાકમાં નવા કેસમાં બમ્પર ઉછાળો
 • છેલ્લાં 24 કલાકમાં નવા 1515 કેસ
 • છેલ્લાં 24 કલાકમાં 1272 કોરોના મુક્ત
  • અમદાવાદમાં 373 નવા કોરોનાનાં કેસ
  • સુરતમાં કોરોનાનાં 262 નવા કેસ
  • વડોદરામાં 164 નવા કેસ સામે આવ્યા
  • રાજકોટમાં કોરોનાનાં 137 નવા કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….


More Stories


Loading ...