કોરોનાએ આપી થોડી રાહત / રાજ્યમાં દૈનિક કેસમાં ઘટાડો, આજે નોધાયા 10990 નવા કેસ તો સામે ડીસ્ચાર્જ માં મોટો વધારો

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નવા નોધાતા કેસમાં ઘટાડો થ્યોચે. જયારે દીસ્ચાર્જની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 10990 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,03,594 પહોંચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15198 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 131832 છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3059 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 790 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 265 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 598 કેસ, જ્યારે ગ્રામ્યમાં 459 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 334 કેસ અને ગ્રામ્યમાં 219 કેસ નોંધાયા છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery