કાળમુખો કોરોના / વાયરસનો નવો ટાર્ગેટ હવે સગર્ભા અને પ્રસુતા મહિલાઓ, બ્રાઝિલમાં 800 મોતથી હાહાકાર

વિશ્વસ્તરે કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને કોરોના વધારે અસર કરતો હતો, ત્યારે હવે સગર્ભા મહિલાઓ જાણે નવો ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે.કોરોના વાયરસનો સામનો કરી રહેલા બ્રાઝિલમાં ગર્ભવતી મહિલાઓ માટે આ મહામારી કાળ બનતી જઈ રહી છે. બ્રાઝિલમાં સગર્ભા અને માતા બન્યા બાદ તરત જ 800 મહિલાઓના મોતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. દેશના અધિકારીઓએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ તેમની પ્રેગ્નેન્સી માટેના પ્લાન થોડા સમય માટે મુલતવી રાખે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

More aggressive': Brazil asks women to delay pregnancy 'if possible' over  coronavirus variant | Hindustan Times

આ અંગે વધુમાં બ્રાઝિલની ટાસ્કફોર્સના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા બાદ ઓછામાં ઓછી 803 ગર્ભવતી અને બાળકને જન્મ આપનાર મહિલાઓના મોત થયા હતા. જેમાંથી 432 મોત આ વર્ષે જ થયા છે. બ્રાઝિલમાં આ વર્ષે કોરોના વાયરસ સૌથી ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે. તાજેતરમાં બ્રાઝિલના અખબારો સગર્ભા સ્ત્રીઓનાં મોતનાં સમાચારોથી ભરાયેલા જોવા મળ્યા હતા.વિશ્વભરમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે બ્રાઝિલની પરિસ્થિતિ વિશ્વના અન્ય ભાગોની તુલનામાં વધુ જોખમી છે. આ જ કારણ છે કે બ્રાઝિલમાં કોરોના ઓછો ન થાય ત્યાં સુધી અધિકારીઓએ મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં વિલંબ કરવાની ચેતવણી આપી છે. એક અનુમાન મુજબ વિશ્વમાં કોરોનાને કારણે સગર્ભા સ્ત્રીઓના કુલ મૃત્યુનો 77.5 ટકા હિસ્સો બ્રાઝિલનો છે.

Please delay pregnancies', Brazil urges local women amid coronavirus surge,  World News | wionews.com

 

કોરોનાના કેસ રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે.જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વૈશ્વિક કોરોના કેસ 153.1 મિલિયન થઈ ગયા છે અને 3.20 મિલિયનથી વધુ લોકોના મોત થયા છે. મંગળવારે સવારે યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ)એ તેના તાજેતરના અપડેટમાં ખુલાસો કર્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસલોડ અને મૃત્યુદર 153,177,931 અને 3,209,349 છે. સીએસએસઇ અનુસાર દુનિયામાં સૌથી વધારે 32,470,363 અને 577,492 મૃત્યુ સાથે અમેરિકા સૌથી ખરાબ સ્થિતિવાળું દેશ છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery