સ્ટડીમાં ખુલાસો, માનવ ત્વચા પર આટલા કલાકો સુધી જીવંત રહે છે કોરોનાવાયરસ

Coronavirus / સ્ટડીમાં ખુલાસો, માનવ ત્વચા પર આટલા કલાકો સુધી જીવંત રહે છે કોરોનાવાયરસ

સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કહેરથી પીડિત છે. કોરોના સામે લડવા માટે વિવિધ દેશો COVID-19 રસી બનાવવામા રોકાયેલા છે. દરમિયાન, એક પછી એક અનેક અભ્યાસ બહાર આવી રહ્યા છે, જેમાં નવા તથ્યો બહાર આવી રહ્યા છે. એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, કોરોનાવાયરસ 9 કલાક સુધી માનવ ત્વચા પર ટકી શકે છે. જાપાની સંશોધનકારોએ એક સંશોધન દ્વારા આ શોધ્યું છે. તેમણે કોરોના રોગચાળાને ટાળવા માટે વારંવાર હાથ ધોવાની સલાહ પણ આપી છે.

ક્લીનિકલ ઈન્ફેક્શન ડિસીઝ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, કોરોનાવાયરસની તુલનામાં ફ્લૂનો વાયરસ માનવ ત્વચા પર લગભગ 1.8 કલાક જીવી શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે, “ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ (આઈએવી) ની તુલનામાં માનવ ત્વચા પર 9 કલાક સુધી SARS-CoV-2 નું અસ્તિત્વ ટકાવી રાખતુ હોવાથી કોન્ટેક્ટ ટ્રાસમિશનનું જોખમ વધી શકે છે. આ મહામારી વધી શકે છે.” અધ્યયન મુજબ, બંને વાયરસ (કોરોનાવાયરસ અને ફ્લૂ વાયરસ) એથનોલ લગાવવાનાં 15 સેકંડની અંદર તે નિષ્ક્રિય થઈ જાય છે, જેનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર્સમાં થાય છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ત્વચા પર SARS-CoV-2 નાં લાંબા સમય સુધી સક્રિય રહેવાનાં કારણે કોન્ટેક્ટ ટ્રાસમિશનનું જોખમ વધી શકે છે. જો કે, હાથ સાફ રાખીને આ જોખમ ઘટાડી શકાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 75 લાખને નજીક પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ ચેપનાં 61,871 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1033 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 72,614 લોકો આ રોગચાળામાંથી બહાર આવ્યા છે. એટલે કે, નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા કરતા ઠીક થતા દર્દીઓની સંખ્યા વધુ છે. આ એક સારો સંકેત છે.


More Stories


Loading ...