જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક પાસેથી મળી કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ

Dahod / જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક પાસેથી મળી કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ- અમદાવાદ

દાહોદમાં જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક  લક્ષ્મીકાંત પરુલકર  પાસેથી એક કરોડ બે લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આરોપી વર્ગ 2 ના અધિકારી  પાસે થી 57.72  ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ACB એ ગુનો નોંધી આરોપી ના એકાઉન્ટ સીઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

  • જમીન વિકાસ નિગમ અધિકારી પાસે અપ્રમાણસર   મિલકત મળી આવી.
  • મદનીશ નિમાયક લક્ષ્મીકાંત પાસે થી અપ્રમાણસર મિલકત મળી આવી.
  • 1 કરોડ 2 લાખ ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

પ્રજાના કામ માટે બેઠેલા અધિકારીઓ  અને કર્મચારીઓ  જ પ્રજાના ખીસાના પૈસા ખંખેરી રહ્યા છે. અને આવા લાચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB એ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં જમીન વિકાસ નિગમ  મદનીશ નિમાયક તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાંત પરુલકર સામે ખેત તલાવડી, સિમ તલાવડી પાણીના ટાંકા બનાવવામાં ગેરરીતી બાબતે તેમની સામે અલગ 2 ગુના  દાહોદ ACB મા  દાખલ થયા હતા.

આ કેસમાં  આરોપી લક્ષ્મીકાંત પરુલકર  તેમજ તેના પરિવારના બેન્ક ખાતા અને દસ્તાવેજ અંગે ACB  એ તપાસ કરતા લક્ષ્મીકાંત  ની  57.72  ટકા એટલે કે  એક કરોડ બે લાખ  રૂપિયા ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાથે જ તપાસમાં આરોપી મદનીશ નીયામક ના અલગ અલગ બેક ખાતામાંથી માતબર રોકડ  રકમ ના વ્યહવાર પણ બહાર આવ્યા છે.


More Stories


Loading ...