કોરોનાનો કોહરામ / દિલ્હીમાં આજે નોધાયા રેકોર્ડ બ્રેક 25 હજારથી વધુ કેસ, 161 દર્દીઓનાં મોત નીપજ્યાં છે

દેશની રાજધાની દિલ્હીને કોરોના વાયરસ ઘમરોળી રહ્યું છે. આજે ફરી એકવાર શહેરમાં ચેપના કેસોમાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન, 25,462 નવા કેસ સામે આવ્યા છે. અને આ ચેપને કારણે 161 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દિલ્હીમાં 74 હજાર 941 સક્રિય કેસ છે.

ચેપનો દર વધીને 29.74 ટકા થયો છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. આજે, 20,159 કોરોનાથી સંક્રમિત દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 7 લાખ 66 હજાર 398 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 12 હજાર 121 પર પહોંચી ગયો છે.

એક દિવસ અગાઉ શનિવારે, કોરોના વાયરસના 24,375 નવા કેસ નોંધાયા હતા અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. નવીનતમ બુલેટિન મુજબ, દિલ્હીમાં આ નવા કેસોના આગમન સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 8,53,460 થઈ ગઈ છે.

બુલેટિનમાં જણાવાયું છે કે કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 56,015 આરટી-પીસીઆર પ્રોબ્સ અને 29,605 રેપિડ એન્ટિજેન પ્રોબ્સ શામેલ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 7.66 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. શનિવારે હોમ આઇશોલેશન માં રહેતા લોકોની સંખ્યા વધીને 34,938 થઈ ગઈ છે, જે શનિવારે 32,156 છે.

 “દરેક ક્ષણે પરિસ્થિતિઓ વધુ ખરાબ થતી જાય છે”

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે દિલ્હીની પરિસ્થિતિ દરેક ક્ષણે વિકટ બની રહી છે અને અહીં ખાલી આઇસીયુ પલંગની સંખ્યા 100 કરતા ઓછી છે. તેમણે કહ્યું કે તેમણે પલંગ અને ઓક્સિજનની ઝડપથી વધી રહેલી જરૂરિયાત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે.

તેમણે કહ્યું, “અમે કેન્દ્ર સાથે સતત સંપર્કમાં હોઈએ છીએ અને તેમની સહાય લઈ રહ્યા છીએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ દિલ્હીમાં સંચાલિત હોસ્પિટલોમાં 10 હજાર પથારીમાંથી કોવિડ દર્દીઓ માટે ઓછામાં ઓછા સાત હજાર પથારી અનામત રાખવી જોઈએ. “અને ઓક્સિજનનો તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરો.”

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery