Photos / છૂટાછેડા પહેલા પત્ની ઐશ્વર્યા અને 2 બાળકો સાથે આ ઘરમાં રહેતો હતો ધનુષ, જુઓ ફોટો

રજનીકાંતના જમાઈ ધનુષ અને પુત્રી ઐશ્વર્યાનું 18 વર્ષ જૂનું લગ્નજીવન તૂટી ગયું છે. ટ્વિટર પર એક નોટ શેર કરતા કપલે કહ્યું કે હવે બંને અલગ થઈ ગયા છે.


રજનીકાંતના જમાઈ ધનુષ અને પુત્રી ઐશ્વર્યાનું 18 વર્ષ જૂનું લગ્નજીવન તૂટી ગયું છે. ટ્વિટર પર એક નોટ શેર કરતા કપલે કહ્યું કે હવે બંને અલગ થઈ ગયા છે. ધનુષે લખ્યું- 18 વર્ષની એકતા, મિત્રતા, કપલ બનવા, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો, અમે વિકાસ, સમજણ, ભાગીદારીની સફર કરી છે. પરંતુ આજે અમે ત્યાં ઉભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે છૂટાછેડા લેતા પહેલા ધનુષ ચેન્નાઈના આ આલીશાન ઘરમાં પત્ની ઐશ્વર્યા અને બંને બાળકો સાથે રહેતો હતો. ધનુષના ઘરની કિંમત છે 18 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ આ રીતે તલવાર વડે કાપી કેક, ચાહકોએ પૂછ્યું- કે આ કઈ વસ્તુથી બનેલી છે? 

ચેન્નાઈમાં સ્થિત ધનુષનું ઘર અંદરથી ખૂબ જ આલીશાન છે. ધનુષ અહીં પત્ની ઐશ્વર્યા સાથે ભગવાન શંકરની નિયમિત પૂજા કરતો હતો. ધનુષ ભગવાન શિવના ભક્ત છે. તેઓએ પોતાના બે બાળકોના નામ યત્ર અને લિંગા રાખ્યું છે.

ધનુષના ઘરની બહાર એક મોટું અને સુંદર લૉન છે, જ્યાં તે પત્ની ઐશ્વર્યા સાથે યોગ અને કસરત કરતો હતો. લૉનની આસપાસ ઘણાં લીલાં વૃક્ષો છે, જે ઘરને એક અલગ જ સુંદરતા આપે છે.

આ પણ વાંચો :રજનીકાંતની પુત્રી બાદ શું હવે ચિરંજીવીની લાડકી પણ પતિથી થઈ રહી છે અલગ, જાણો શું છે સત્ય 

ધનુષના ઘરની બાલ્કની એકદમ વિશાળ છે. ક્યારેક ક્યારેક તેની પત્ની ઐશ્વર્યા અહીં યોગ કરતી જોવા મળતી હતી. તેમના ઘરની બાલ્કનીમાંથી સૂર્યોદયનો સુંદર નજારો પણ જોઈ શકાય છે.

ધનુષના ઘરનું રસોડું ખૂબ જ લક્ઝુરિયસ છે. આ ફોટામાં તેની પત્ની ઐશ્વર્યા રસોડામાં કામ કરતી જોવા મળી રહી છે. થોડા વર્ષો પહેલા આ ફોટો શેર કરતી વખતે ધનુષે પોતાના ઘરની મોટી છત બતાવી હતી. આ ફોટોમાં ધનુષ ટેરેસ પર બેઠેલો જોવા મળે છે અને ત્યાંથી ચેન્નાઈ શહેરની સુંદર સ્કાઈલાઈન દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે 23 વર્ષની ઉંમરમાં ધનુષે પોતાનાથી બે વર્ષ મોટી રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત 2003માં ફિલ્મ Kadhal Kondaen ના શૂટિંગ દરમિયાન થઈ હતી. 2004માં બંને લગ્નના બંધનમાં બંધાયા.

થોડા દિવસો પહેલા એવા સમાચાર હતા કે ધનુષ ચેન્નઈના એક પોશ વિસ્તારમાં બીજું આલીશાન ઘર બનાવવાની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા હશે. જોકે, છૂટાછેડા પછી ધનુષ આ અંગે શું નિર્ણય લેશે તે અંગે કંઈ કહી શકાય નહીં.

ધનુષે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે અક્ષય કુમાર અને સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘તિરુદા તિરુડી’ (2003), ‘ડ્રીમ્સ’ (2004), ‘પુધુપેટ્ટાઈ’ (2006), ‘પોલ્લાધવન’ (2007), ‘પડિક્કાદવન’ (2009), ‘સીડન’ (2011), ‘અથીર નિચલ’ (2013), ‘રાંઝના’ (2013), ‘મારી’ (2015), ‘વીઆઈપી 2’ (2017) જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો :મહાભારતના કૃષ્ણના તૂટયા લગ્ન, 12 વર્ષ પછી પત્નીથી અલગ થયા નીતીશ ભારદ્વાજ

આ પણ વાંચો :શમિતા શેટ્ટીએ માતા સુનંદાને પૂછ્યું, ‘શું રાકેશ બાપટ હજુ પણ મારો…

આ પણ વાંચો :અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનું બ્રેકઅપ,લગ્નના 18 વર્ષ પછી છૂટાછેડા


More Stories


Top Stories


Photo Gallery

Entertainment