ધાર્મિક / શું તમે જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? જાણો તેમના પાછળનું આ રહસ્ય..

કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામિપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ. એટલે કે નંદી શઆરિરીક ક્રિયાના પ્રેરક છે તો કાચબો એ માનસિક.

આપણે  અનેક શિવાલયમાં દર્શન કરવા જતાં જ હોય છીએ.  શું તમે  શિવાલયમા  જાવ  ત્યારે શિવલિંગની સાથે આપ નંદી મહારાજ અને કાચબાને પણ તો પગે લાગો જ છો ને? તો આવો જાણીએ તેમના પાછળનું આ રહસ્ય….

શિવનું વાહન નંદી કહેવાય છે. એટલે શિવ મંદિરમાં નંદી તો અચૂક પણે જોવા મળે છે. કેટલોક લોકો તો પોતાની મનશા પણ નંદીના કાનમાં કહેતાં હોય છે, એ માન્યતા સાથે કે નંદી તેની ઈચ્છાઓને મહાદેવ સુધી પહોંચાડશે. તમે શિવ મંદિરમાં કાચબો પણ જોયો હશે. . શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? આપણે એ તો જાણીએ છીએ કે નંદી દેવાધિદેવનું વાહન છે એટલે એ તો મંદિરમાં હોય જ પણ કાચબો કેમ હોય છે ? શું કાચબો કોઈ બાબતનું પ્રતિક છે ? શિવાલયમાં કાચબો શું સૂચવે છે .

આ પણ વાંચો ;Relationship Tips / આ ચાર આદતો તમારા લગ્નજીવનને ભરી દેશે ખુશીઓથી…

જેમ શિવ મંદિરમાં રહેલ નંદી એ શિવના વાહનની સાથે સ્થિરતાનું પ્રતિક છે એમ કાચબો પણ કઈંક સૂચવે છે. શિવલિંગની સામે બિરાજમાન નંદી મહારાજ એ સૂચવે છે કે માણસને પોતાનું ધ્યાન અન્ય બાબતોમાંથી દૂર કરી શિવની ભક્તિમાં પોતાના ઈષ્ટની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ. કહેવાય છે કે નંદી પરોપકાર શીખવે છે.

તો વળી કાચબો પણ અનેક બાબતોની આપે છે પ્રેરણા. કાચબાને પ્રતિકાત્મક અને આદ્યાત્મિક બંન્ને રીતે પ્રેરણા પ્રદાન કરનાર મનાય છે. કહે છે કે કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, મનને સ્થિર કરે છે. તો સાથે જ માનસિક સંતુલન અને સંયમની પણ કાચબો આપણને શીખ આપે છે. કાચબો એ વ્યક્તિને નિસ્વાર્થ બનવાની સમજણ આપે છે. સ્વ સુખ થી આગળ વધી બીજાની સુખાકારીને અને તકલીફોને સમજવાની શીખ આપતું હોવાનું કહેવાય છે.

એવું કહેવાય છે કે કાચબાના બખ્તરની જેમ આપણું મન પવિત્રતાથી મજબૂત બનાવવું જોઈએ. અને હંમેશા સ્તકર્મ કરવાની સલાહ આપે છે શિવમંદિરમાં રહેલ કાચબો.કારણકે કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામિપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ. એટલે કે નંદી શઆરિરીક ક્રિયાના પ્રેરક છે તો કાચબો એ માનસિક.

આ પણ વાંચો ;નિધન / ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીની માતાનો રોલ કરનાર માધવી ગોગટેનું નિધન


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment