Viral Video / દારૂનો શોખીન લાગે છે આ વાંદરો? જુઓ તો ખરા કેવી રીતે પી રહ્યો છે દારૂ

તમે વાંદરાઓનાં વિચિત્ર તોફાન જોયા જ હશે. પણ શું તમે ક્યારેય કોઈ વાનરને બોસની જેમ દારૂની દુકાનમાં બેસીને દારૂ પીતા જોયો છે ખરા?

તમે વાંદરાઓનાં વિચિત્ર તોફાન જોયા જ હશે. પણ શું તમે ક્યારેય કોઈ વાનરને બોસની જેમ દારૂની દુકાનમાં બેસીને દારૂ પીતા જોયો છે ખરા? હા, મધ્યપ્રદેશનાં માંડલા જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં એક વાંદરો દારૂની દુકાનની અંદર બેઠા બેઠા દારૂ પી રહ્યો છે.

ટેલીવૂડ / આજથી રણવીર સિંહનું ‘ધ બીગ પિક્ચર’ શો લઈને ટેલિવિઝનમાં ડેબ્યુ, કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન

તમે અત્યાર સુધી સામાન્ય માણસોને જ દારૂ પીતા ટલ્લી થતા જોવા હશે, પરંતુ શું તમે ક્યારે કોઇ વાંદરાને દારૂ પીતા જોયો છે. તમારો જવાબ હશે ના. પણ અમે આજે તમને એવા જ એક વાંદરા વિશે જણાવવા જઈ રહ્યા છે, જે માત્ર દારૂ જ નથી પીતો, સાથે સાથે ચાખવાનુ પણ સાથે ખાઈ રહ્યો છે. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશનાં માંડલા જિલ્લામાંથી એક આવો જ વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક અધિકારીની જેમ એક વાંદરો અચાનક અંગ્રેજી દારૂની દુકાનની અંદર એન્ટ્રી કરે છે, ત્યારબાદ અંદરની ફાઇલો અને કાગળો જુએ છે અને તે પછી તેની પ્રિય બ્રાન્ડ બોટલ ઉપાડી લે છે.

સાંબેલાધાર વરસાદ / ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા

દારૂની દુકાનમાં બેઠેલો વાંદરાનો દારૂ પીતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મધ્યપ્રદેશનાં માંડલા જિલ્લાનાં બમ્હની બંજરનો છે, જ્યાં દારૂની દુકાન પર પહોંચેલા એક વાંદરાએ પહેલા તેની પસંદની બ્રાન્ડ શોધી હતી અને ત્યારબાદ ઢાંકણું ખોલીને દારૂ પી ગયો હતો. દારૂની દુકાન પર હાજર લોકોએ તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

વિચિત્ર ઘટના / ચાલતી બસમાં બેઠેલા વ્યક્તિએ અચાનક મુસાફરોને કૂતરાની જેમ કરડવાનું શરૂ કરતા મચી ગઇ અફડાતફડી

જણાવી દઇએ કે, દુકાનદારે દારૂ પીવાના શોખીન આ વાંદરાને બિસ્કિટ ખવડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાંદરો દારૂ પીવામાં એટલો મસ્ત હતો કે તેણે બિસ્કીટ લેવાનું પસંદ કર્યું નહીં. બસ ત્યાં જ, કેટલીકવાર હાથની મદદથી અને ક્યારેક પગની મદદથી, તે દારૂ પીવાની મજા લેતો જોવા મળ્યો. દુકાનદાર સહિત ખરીદી કરવા આવેલા લોકોએ વાંદરાનાં આ સમગ્ર પરાક્રમનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment