કચ્છ / માતાના મઢ ખાતે પ્રથમવાર મહિલા પ્રતિનિધિ દ્વારા પતરી વિધિ સંપન્ન

માતાના મઢ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજવામાં આવી હતી. કચ્છનાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ માં ના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો.

Reporter Name: કૌશિક છાયા કચ્છ

કચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દીને પતરી વિધિ કરવામાં આવી હતી. આ વર્ષે 350 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલા પ્રતિનિધિ દ્વારા આ પતરી વિધિ સંપન્ન કરાઈ હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. રાજ પરિવારના પ્રતિનિધીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

ક્ચ્છ કુળદેવી આશાપુરા માં ના માતાના મઢ મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજવામાં આવી હતી. કચ્છનાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ માં ના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. આ પૂર્વે ચાચરાકુંડથી ચામર યાત્રા પણ નીકળી હતી. હોમ હવન બાદ પતરી વિધિ કરવામાં આવે છે

રાજવી પરિવારના મહારાણી પ્રિતીદેવીએ આજે ચાચરાકુંડથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા બાદમા માતાજીના ધૂપ દીપ પછી કચ્છનાં વિકાસ,ઉન્નતિ માટે તથા વિશ્વમાંથી કોરોના નો નાશ થાય તે માટે માતાજી પાસે ખોળો પાથરીને વિનતી કરી કે, માં મને આશીર્વાદ આપો ત્યારે માતાજીના મસ્તક પર થી પતરી ( એક સુંગધિત વનસ્પતિ નાં પાન જે માતાજી ને ચડાવ્યા હોય છે ) તે આશીર્વાદ રૂપે ખોળામાં અથવા ખેસ માં આવે છે અને એ આશીર્વાદ લેખાય છે આવી રાજાશાહીનાં વખત થી પરંપરા ચાલી આવે છે.

આજે મહારાવ હયાત નથી પરંતુ આ પતરી વિધિ દરમિયાન એ અમારી સાથે છે તેઓ અહેસાસ થયો. અને મહારાવનો એક સપનું હતું કે સ્ત્રીઓને આપણે પૂરો હક આપીએ અને તેઓ આગળ આવે તે સપનું આજે પૂર્ણ થયું છે. અને જે રીતે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો તે અનુસાર આ આજે કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ કહેવાય કે માં આશાપુરાના ચરણમાં મહારાણી પ્રિતિદેવીએ વંદન કરી અને પતરી ઝીલી છે અને દેશ અને કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરી છે તેવુ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ભુજ આશાપુરા મંદિર

આસો નવરાત્રી દરમ્યાન કચ્છમાં ભક્તો જે ઘડીની રાહ જોતા હોય છે તે અવસર આજે આવી ગયો છે.આજે આસો નવરાત્રીના આઠમા નોરતે ભુજ આશાપુરા મંદિર ખાતે પરંપરાગત પતરી વિધિ યોજવામાં આવી હતી. ડાક અને ડમરુના તાલે રાજ પ્રતિનિધિએમાં સમક્ષ ખોળો પાથર્યો અને માં એ આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ આપ્યો હતો. મહારાણી પ્રીતીદેવીના આદેશથી રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી. માતાજીના ખભા પર ટપકેશ્વરીમાંથી લાવેલ પતરી નામની વનસ્પતિનો પ્રસાદ રાખવામાં આવે છે. પુષ્પેન્દ્રસિંહે માતાજી સમક્ષ ખોળો પાથર્યો અને ડાકના તાલે માતાજીના ખભા પર રહેલી પતરી ખોળામાં પડતા ઐતિહાસિક ક્ષણને જોઈ સૌ કોઈએ માં ના પરચાના જીવંત દર્શન કર્યા હતા. માતાજી સાક્ષાત્કાર આશીર્વાદ આપે છે  જેથી કચ્છનાં લોકોની સુખાકારી માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આજે આઠમના દિવસે આશાપુરા મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જય માતાજી અને માં આશાપુરા ના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું. પતરી વિધિ કચ્છ અને કચ્છીઓ માટે અતિમહ્ત્વપૂર્ણ ગણાય છે.

Tips / જો તમે લોન પર કાર ખરીદવા જઇ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો

Tips / શું તમે સ્લો વાઇ-ફાઇથી પરેશાન છો, તો આ ખાસ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી થશે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment