ગણેશ ઉત્સવ / અહીં જ્વાળામુખી પર બિરાજમાન છે ગણપતિ દાદા

આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 આજે પણ સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી ભભૂકી રહ્યો છે

ગણપતિ બાપ્પા માત્ર ભારતમાં જ નહીં ઇન્ડોનેશિયામાં પણ બિરાજમાન છે. ત્યાં પણ તેમના અનેક મંદિર છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીના મુખ આગળ 700 વર્ષથી દુંદાંળા દેવ બિરાજમાન છે. પૂર્વ જાવા પ્રાંતના બ્રોમો ટેન્ગર સેમેરુ નેશનલ પાર્કમાં બાપ્પા ત્યાંના લોકોનું રક્ષણ કરે છે.

130 જ્વાળામુખી આજે પણ સક્રિય

આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 આજે પણ સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329 મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરાઈ હતી. ત્યાં આવેલા 48 ગામના 3 લાખ હિંદુઓને આસ્થા છે કે, આ ગણેશ જ તેમના રક્ષક છે.

બ્રોમોનો અર્થ બ્રહ્મા

જાવાનીઝ ભાષામાં બ્રોમોનો અર્થ થાય છે બ્રહ્મા, પણ આ જ્વાળામુખીમાં ગણેશજીનું ખાસ સ્થાન છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે જે મૂર્તિ જ્વાળામુખીના મુખ આગળ છે તે લોકોની રક્ષા કરે છે. ઇન્ડોનેશિયામાં હિન્દુઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને અહીં પણ મંદિરોની ઉણપ નથી. ગણેશ મંદિરથી લઈને શિવ મંદિર સુધી ઘણાં ભગવાનના મંદિરો અહીં આવેલા છે.

કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે

આ પહાડની સૌથી નજીકના ગામ કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે, જે સ્થાનિક ભાષામાં ટેંગરેસ તરીકે ઓળખાય છે. તેઓ પોતાને 12મી સદીના માજપાહિત શાસકના વંશજો કહે છે. આ લોકો માને છે કે, તેમના પૂર્વજોએ આ ગણેશની સ્થાપના કરી હતી. જે જગ્યાએથી જ્વાળામુખી પર્વતનું ચઢાણ શરૂ થાય છે, ત્યાં નવમી સદીમાં કાળા પથ્થરોથી બનેલા બ્રહ્માજીનું પણ મંદિર છે.જાવાની જેવનીઝ ભાષામાં બ્રહ્માને બ્રોમો કહેવાય છે.

પાંચસો વર્ષ જુની પરંપરા

માઉન્ટ બ્રોમો પર આખું વર્ષ ગણપતિની પૂજા થાય છે, પરંતુ મુખ્ય આયોજન જુલાઈમાં 15 દિવસ સુધી કરાય છે. 500 વર્ષથી જૂની આ પરંપરા ‘યાદનયા કાસડા’ કહેવાય છે, જે આજ સુધી ક્યારેય અટકી નથી. ભલે પછી જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ કેમ ના થતા હોય!
બકરીની ચઢાવાય છે બલી

ગણેશજીની મૂર્તિ પર પૂજાની સાથે ફળ, ફૂલ વગેરે ચઢાવવામાં આવે છે. જ્યારે અહિં લોકો પ્રસાદ તરીકે બકરીઓની બલિ ચડાવે છે. કહેવાય છે કે ત્યાં રહેતા લોકોમાં એવી માન્યતા છે કે જો બકરીની બલી નહીં આપીએ તો જ્વાળામુખીનો પ્રકોપ અહીંના લોકોને ભસ્મ કરી દેશે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment