કોરોનાથી મોટી રાહત / રાજ્યમાં આજે નોધાયા માત્ર 283 નવા કેસ

રાજ્યના આરોગ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 283 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,21,169 પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  6 લોકોનાં મૃત્યુ થયા છે. 

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 283 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,21,169 પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  6 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથેઅત્યાર સુધીમાં 10,018 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  770 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,03,892 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7,749 છે.  રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે.

અત્યાર સુધીમાં 2,10,39,716 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,18,062 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 47 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 48 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 15 કેસ, જ્યારે ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 18 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment