Consumer Act / ફાયનાન્સરો રોડ પરથી વાહનો જપ્ત કરે તે ગેરકાયદે છે

ભોગાના ભુગ્તાં, વ્યયમેય ભુક્તાં, કાલોના યાતી વ્યયમેય યાતી” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા પણ ભોગ જ આપણને ભોગવી જાય છે. અને સમય પસાર નથી થતો સ્વયંમ આપણે જ પસાર થઈ જઈએ છીએ. આવા જ એક સિદ્ધાંત ઉપર નેશનલ કન્ઝ્યુમર કમિશને રીવીઝન પીટીશન નં. 754/2011 (મૂળ ફરિયાદ રેવારી ડી. હરિયાણાનાં ઓર્ડરથી)માં નીચે મુજબ આપેલ છે. હમણા […]

ભોગાના ભુગ્તાં, વ્યયમેય ભુક્તાં, કાલોના યાતી વ્યયમેય યાતી” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા પણ ભોગ જ આપણને ભોગવી જાય છે. અને સમય પસાર નથી થતો સ્વયંમ આપણે જ પસાર થઈ જઈએ છીએ. આવા જ એક સિદ્ધાંત ઉપર નેશનલ કન્ઝ્યુમર કમિશને રીવીઝન પીટીશન નં. 754/2011 (મૂળ ફરિયાદ રેવારી ડી. હરિયાણાનાં ઓર્ડરથી)માં નીચે મુજબ આપેલ છે. હમણા આપણે જોઈએ છીએ અને અનુભવ પણ કરીએ છીએ કે જે વ્યક્તિને નોકરી, ધંધા કે નોકરીનાં સ્થળે સમયસર જવા-આવવા તથા સામાજિક કાર્ય માટે પણ વાહન લેવાની જરૂર પડે છે. હાલમાં વાહનની કિંમત પણ હજારોમાં કે લાખો રૂપિયાની થઈ ગઈ છે. આથી કોઈની પણ પાસે એવી અપેક્ષા કે સગવડ ના હોય શકે જેથી કરીને રોકડ રકમ સંપૂર્ણ ચુકવી આપે અને પોતે વાહન ખરીદી શકે.

આથી વાહન ખરીદવા લોન લેવી આવશ્યક થઈ પડે છે અને હવે તો લોન સરકારી બેન્ક તેમજ, સહકારી બેન્ક, અને ખાનગી નાણાકીય સંસ્થાઓ પણ વાહન માટે લોન આપતી હોય છે. આવી લોન મે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઈનાન્શિયલ સર્વિસ લી. કંપનીએ ડિસ્ટ્રીક્ટ હરિયાણા ખાતે આવેલ રેવારીમાં રહેતા વિરેન્દ્રસીંગને વાહન (જીપ) લેવા માટે આપેલ હતી અને વિરેન્દ્રસીંગે જે લોન કાર માટે લીધી હતી તેનાં તમામ હપ્તાઓ સમયસર ચુકવી આપેલ હતા. આમ લોન પેટે એક પણ રકમ ચુકવવાની બાકી રહેતી ના હતી. વધુમાં ફરિયાદીને આ કેસનાં અરજદાર મૂળ સામાવાળા મહેન્દ્ર ફાઈનાન્શિયલ સર્વિસ લી. લોન ભરપાઈ થઈ ગયેલ હોવાનું ક્લિયરન્સ સર્ટીફીકેટ પણ આપી દીધું હતું. આમ છતાં ફરિયાદીનું વાહન જીપ સામાવાળાનાં એજન્ટ વગેરે ગેરકાયદેસર રીતે રસ્તામાં રોકી દબાણ, ધાક-ધમકી આપી વાહનનો કબજો લઈ લીધો હતો અને સદર વાહનને સામાવાળાનાં કબજામાં સોંપી દીધેલ હતું.

આથી ફરિયાદીએ રેવારી ફોરમમાં ફરિયાદ દાખલ કરી સમગ્ર હકીક્ત વિગતવાર જણાવેલ હતી. ઉપરાંત સામાવાળા મહેન્દ્ર ફાઈનાન્શિયલ સર્વિસ લી. આપેલ ક્લિયરન્સ સર્ટીફીકેટ વગેરે રજૂ કર્યું હતું અને આમ તમામ દસ્તાવેજી પુરાવાએ ઉપરથી ફોરમે ફરિયાદનો સ્વીકાર કરેલ હતો અને વાહન પાછુ અપાવા માટે ઓર્ડર ખર્ચ સાથે, માનસિક-ત્રાસ વગેરે માટે વળતર આપવા આદેશ કર્યો હતો. આથી નારાજ થઈ સામાનવાળાએ હરિયાણા સ્ટેટ કમિશન પંચકુલા ખાતે સ્ટેટ કમિશનમાં અપીલ ફાઈલ કરી એવા મુદ્દા ઊભા કર્યા હતા કે ફોરમનાં ક્લાર્કે મુદ્દતની તારીખમાં ફેરફાર કરેલ અને આની જાણ ના હતી. જેથી બચાવનો જવાબ રજૂ કરી શકાયો નહિ. ફોરમે એકતરફી ફરિયાદનો નિકાલ કરેલો. આમ સ્ટેટ કમિશન સમક્ષ અપીલમાં પણ મૂળ ફરિયાદી (એટલે કે અપીલનાં રીસ્પોન્ડટ) ફરિયાદમાં રજૂ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ફોરમનું જજમેન્ટ રજૂ કરેલ સ્ટેટ કમિશને ફોરમનાં જજમેન્ટમાં કોર્ટનું જે અવલોકન હતું તે અવલોકન તથા રજૂ થયેલ તમામ દસ્તાવેજી પુરાવાઓનો વિગતવાર અભ્યાસ કરેલ આથી સ્ટેટ કમિશન હરિયાણાએ પણ સ્પષ્ટ કહેલું હતું કે મૂળ ફરિયાદમાં રજૂ થયેલા દસ્તાવેજો ખાસ કરીને સામાવાળાએ આપેલ ક્લિયરન્સ સર્ટીફીકેટ એ સબળ પુરાવો છે કે ફરિયાદીએ લોનની તામ રકમ ચુકવી આપી છે. લોન પુરેપુરી ભરપાઈ થઈ ગઈ હોય તેવા જ સંજોગોમાં સામાવાળા ક્લિયરન્સી સર્ટીફીકેટ આપે છે.

આ અવલકોનનો કરી હરિયાણા સ્ટેટ કમિશને પણ મહેન્દ્ર ફાઈનાન્શિયલ સર્વીસ કું.એ કરેલી અપીલ ડીસમીસ કરી હતી અને ફોરમે આપેલ ચુકાદાનો રેવારીએ સ્વીકાર કરેલ હતો. વધુમાં સામાવાળાએ જવાબ રેવારી ફોરમમાં નહતો આપ્યો તેની પણ નોંધ કરી. આ હુકમથી નારાજ થઈને મહેન્દ્ર ફાઈનાન્શિયલ સર્વીસ કંપનીએ ગ્રાહક સુરક્ષા ધારાની કલમ 21(b) નીચે નેશનલ કમિશન દિલ્હી ખાતે રીવીઝન પીટીશન 754/2011 દાખલ કરી અને રજૂઆત કરેલી કે ફરીયાદમાં મુળ સામાવાળાએ ફોરમમાં કોઈ જ જવાબ દાખલ કરેલ નથી.

આ ઉપરાંત ડિસ્ટ્રીક્ટ ફોરમે વારંવાર સામાવાળાને લેખિત સમન્સ દ્વારા હાજર થવાની પણ જાણ કરવામાં આવેલી હતી. આમ છતાં સામાવાળાએ બચાવ રજૂ કર્યો ના હતો અને રીવીઝન પીટીશનમાં જે વાંધાઓ મહિન્દ્રા ફાઈનાન્શિયલ સર્વીસ કંપનીએ કરેલા નથી. નેશનલ કમિશને ફોરમનાં ફરિયાદના તમામ દસ્તાવેજ અને ફાઈલ ઓરીજીનલ મંગાવેલ હતાં.

જ્યારે આ રીવીઝન પીટીશનની સુનાવણી થઈ તે સમયે મૂળ ફરિયાદી હાજર હતા નહિ અને આમ વકીલ જે મહિન્દ્રા ફાઈનાન્શિયલ સર્વીસ વતી હાજર રહ્યાં તેમને દલીલો કરી હતી. આમ તમામ રોકર્ડ જે ફોરમમાં રજૂ થયો. તથા હરિયાણા સ્ટેટ કમિશને કરેલા હુકમની તમામ વિગતોની લખાણ પૂર્વક ચર્ચા સાંભળ્યા બાદ નેશનલ કમીશનને એવું ઠરાવ્યું કે, ગ્રાહક સુરક્ષા ધારાની Section 21(b)માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રીવીઝન એપ્લીકેશન ફક્ત ફરિયાદ કરવાની હકુમત માટે (State Commission has exercised a Jurisdiction not rested in it by Law) આવા જ કારણ હોય તો રીવીઝન પીટીશન થઈ શકે.

આ કેસમાં નેશનલ કમીશને ના.સુપ્રીમ કોર્ટનો મીસીસ રૂબી દત્તા વિરુદ્ધ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ લી.નો ચુકાદો ટાંકી આજ સિદ્ધાંતનો ઉલ્લેખ કરેલો હતો અને જણાવેલ કે ફરિયાદના સામાવાળા મે. મહેન્દ્રા ફાઈનાન્શિયલ કંપનીએ સેવામાં બેદરકારી તો જ્યારથી કંપની સામે ફરિયાદ ફાઈલ થઈ અને તે સામે તેમનો જવાબ રજૂ ના કર્યો તે પણ બેદકારી જ ગણાય. ઉપરાંત મૂળ ફરિયાદમાં ફરિયાદીએ ક્લિયરન્સ સર્ટીફીકેટ જે રજૂ કરેલ છે. તેમાં લોનની રકમ પુરેપુરી ભરપાઈ થઈ ગયેલાનો ઉલ્લેખ પણ છે.

આમ નેશનલ કમિશને રીવીઝન પીટીશન મહેન્દ્રા ફાઈનાન્શિયલ સર્વીસ કું. કરેલી તે ડીસમીસ કરી અને દંડ તરીકે રૂા. 25,000/- ગ્રાહક સુરક્ષા વેલફેર ફંડમાં જમા કરાવવા હુકમ કરેલ. આ આર્ટીકલ લખવાનો મારો ઉદ્દેશ એક જ છે કે હાલમાં આપણે રોજ બરોજ સાંભળીયે છીએ કે વાહન માટે લોનમાં હપ્તો બાકી હોય તો ફાઈનાન્સર રસ્તામાં ઉતારીને વાહન જપ્ત કરે છે, પણ તે ગેરકાયદેસર છે અને કાયદાની જે જોવાઈઓ છે તે પ્રમાણે પ્રક્રિયા સિવાય વાહન જપ્ત ના થઈ શકે.

@ એડવોકેટ હિમાંશુ ઠક્કરની કલમથી….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment