ગુજરાત હાઈકોર્ટ / રાજ્યની તમામ કોર્પોરેશન હોસ્પિટલ બેડ નો ડેટા આપે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ નહીં ?

ગુજરાત હાઈ કોર્ટમાં આજરોજ રાજ્યમાં વકરેલી કોરોના ની સ્થિતિ ઉપર થયેલી સુઓમોટો અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  જમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે આ સુનાવણીમાં ભરૂચમાં હોસ્પિટલમાં લાગેલી આ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

સાથે સાથે આ સુનાવણી દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે શું પગલા લેવામાં આવી રહ્યા છે. તે અંગે પણ રાજ્ય દ્વારા વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તો સાથે હાઇકોર્ટમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ નો મુદ્દો પણ ચર્ચાયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ માત્ર ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવનાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા અને આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થતાં તેને રદ્દ કરવામાં આવ્યો હતો.

એડવોકેટ એસોસિએશનને રજૂઆત કરી હતી રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે.  સાથે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનું પણ અમલીકરણ થતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં હાલત વધુ તંગ છે rt pcr રિપોર્ટ માટે ત્રણ દિવસથી ચાર દિવસ રાહ જોવી પડે છે.

વધુમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે કોર્પોરેશન ઉપર સરકારનો અંકુશ કેમ નથી ? અમદાવાદ મનપા  સરકારી પોલીસ નું પાલન કેમ નથી કરી રહ્યું દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48-48 કલાક સુધી રાહ જોવી પડે છે. એમ્બ્યુલન્સ દર્દીઓને હોસ્પિટલ લાવવામાં વિલંબ કરી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગર પાલિકાને આડે હાથે લીધી હતી અને જણાવ્યું હતું કે રાજ્યની તમામ કોર્પોરેશન હોસ્પિટલ બેડ નો ડેટા આપે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ નહીં ? અમદાવાદ મનપા શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે ? અમદાવાદ મનપા રાજ્ય સરકારની પોલીસી મુજબ કેમ કામ કરતું નથી જેવા સવાલો પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery