વિશ્લેષણ / પેટ્રોલ – ડિઝલના ભાવવધારાનું અઘરું ગણિત !!

૩૩ રૂપિયાની ઉત્પાદન કિંમતવાળા પેટ્રોલના આપણે રૂ।.૧૦૦થી ૧૦૨ રૂપિયા કેમ ચૂકવવા પડે છે ? ઓઈલ કંપનીઓ અને
સરકાર તિજોરી ભરે છે અને પ્રજાના ખીસ્સા ખાલી થાય છે

થોડા વર્ષો પહેલા એક હિંદી ચલચિત્ર આવેલું જેનું નામ હતું ‘યહ આગ કબ બુઝેગી ?’ આ ચિત્રનો હેતુ – થીમ દહેજ સહિતના દુષણો અને અન્ય સામાજિક અને આર્થિક બાબતો સાથે સંકળાયેલો હતો. અત્યારે દેશમાં કોરોનાની આગ સાવ બુઝાઈ ગઈ નથી. સાવધાન રાખાવની સલાહ પ્રજાને અપાય છે. નેતાઓને પહેલા પણ છૂટ હતી અને અત્યારે પણ છૂટ છે જ જયારે આની સાથો સાથ ભાવવધારો – મોંઘવારી આગ પણ વધુ પ્રજવલિત થઈ લોકોને દઝાડી રહી છે અને લોકો શાંત રહી બધુ સહન કર્યે રાખે છે. તેમાંય પેટ્રોલ અને ડિઝલના ભાવ મોટા ભાગના શહેરોમાં રૂ।.૧૦૦ વટાવી ગયા છે ભાવનગર પેટ્રોલ ભાવમાં ૧૦૨ રૂપિયા કરતા વધુની સપાટી સાથે સૌથી મોખરે છે જ્યારે હવે તો ડિઝલે પણ ૧૦૦ રૂપિયાની સપાટી વટાવીને નવો ઈતિહાસ સર્જી દીધો છે છતાં વિપક્ષો માત્ર આવેદનપત્રો આપીને કે એકાદ રેલી કાઢીને સંતોષ માને છે શાસક પક્ષના નેતાપ્રધાન જેવા જવાબદાર નેતા એવું કહે છે કે ગુજરાતમાં પેટ્રોલના ભાવ અન્ય રાજ્યો કરતા ઓછા છે અને પ્રજા ઉકળાટ કાઢે છે. પેટ્રોલ પંપ પર કોઈ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા વાળા જઈ ચડે ત્યારે રોષ વ્યક્ત કરે છે પણ આનાથી વાત આગળ વધતી નથી અને વિશ્લેષકો કહે છે તે પ્રમાણે સત્તાધારી પક્ષોને લોકોના આશિર્વાદ મળ્યાનો દાવો કરવાની તક મળતી રહે છે.


તેલની બાબતોના એક નિષ્ણાતે તાજેતરમાં આંકડાઓ આપીને કહ્યું કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા એક વર્ષના સમયગાળામાં જ
૧૯ રૂપિયાનો વધારો થયો છે. બીજી મે એ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પરિણઆમો જાહેર થયા ત્યાર પછી બીજી મે બાદ
સતત દોઢ મહિના કરતા વધુ સમય સુધી પેટ્રોલ ડિઝલના ભાવો વધતા રહ્યા હતા. ત્યારબાદ સરકારે પેટ્રોલ – ડિઝલને જીએસટીના માળખામાં સમાવી લેવાશે તેવી લોલીપોપ આપી. પરંતુ રાજ્યો સંમત થતા નથી એમ કહીને સરકારે હાથ ખંખેરી નાખ્યા અને પેટ્રોલ તેમજ ડિઝલનો જીએસટીના માળખામાં સમાવેશ ન થયો. આ બધી વાતો વચ્ચે ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ।.૯૮ અને ડિઝલના ૯૭ આસપાસ થઈ ગયા હતા. પરંતુ ૨૬મી સપ્ટેમ્બર બાદ ફરી પહેલા ચાર દિવસ ડિઝલના અને ૨૯મી બાદ પેટ્રોલમાં ભાવ વધારાનો દોર શરૂ થયો આના કારણે ૧૨ દિવસના સમયગાળામાં ગુજરાતના સૌથી વધુ ભાવ તા.૮મી ઓક્ટોબરે રૂ।.૧૦૨ની સપાટીને વટાવી ગયા. જ્યારે ડિઝલ રૂ।.૧૦૧ની સપાટી નજીક પહોંચી ગયું. આમ માત્ર ૧૨ દિવસના ટુંકા ગાળામાં પેટ્રોલના ભાવમાં ૧ લિટરે રૂ।. સાડા ત્રણ રૂપિયાથી વધુ અને ડિઝલમાં સાડા ચાર રૂપિયાથી વધુ ભાવ ચૂકવવા પડે તેવી સ્થિતિનું સર્જન કરી દીધું.


રાજસ્થાન મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પેટ્રોલના ભાવ રૂ।.૧૦૪થી ૧૦૫ની સપાટીએ પહોંચી ગયા છે. રાજસ્થાનનું ગંગાનગર રૂ।.૧૦૫ના ભાવ સાથે સૌથી હાઈએસ્ટ છે. પરંતુ આ ત્રણેય સ્થળોએ ડિઝલના ભાવ તપાસશો તો ત્રણેય રાજ્યો કરતા ગુજરાતમાં વધારે છે. કોરોના કાળમાં પેટ્રોલ ડિઝલનો વપરાશ ઘટ્યો ત્યારે તેના ભાવો ઘટશે તેવી આશા હતી પરંતુ આવું બન્યું નથી. ટીવી ચેનલો પર ચર્ચા થાય ત્યારે સત્તાધારી પક્ષના પ્રવક્તા યુપીએ સરકારે બહાર પાડેલા બોંડ અને તેના વ્યાજની રકમની ચૂકવણીના કારણે પેટ્રોલ ડિઝલના ભાવો ઘટતા નથી તેવું બહાનું આગળ ધરી પોતાનો બચાવ કરે છે. અને અગાઉની સરકાર પણ દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરે છે. ત્યારે વિશ્લેષકો અને વિપક્ષ (માત્ર બોલવામાં) તેને પડકારે છે કે છેલ્લા થોડા સમયમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલની એક્સાઈઝ ડ્યુટીના સ્વરૂપમાં કોર્પોરેટ ટેક્સ અને આવકવેરા કરતા વધુ આવક મેળવી છે. જે યુપીએ સરકારના કહેવાતા બોન્ડ અને તેના વ્યાજની રકમ કરતા ઘણી વઘારે છે. આ અંગે એક તેલ નિષ્ણાંત વધુ એકવાર પોતાની વાતને દોહરાવે છે કે જયારે ક્રુડના આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૧ બેરલના ૧૧૦ ડોલર હતા ત્યારે ભારતમાં પેટ્રોલ રૂ।.9૫નું લિટર અને ડિઝલ રૂપિયા ૬૯થી ૭૦ના લિટર આસપાસ મળતું હતું. જ્યારે ૨૦૧૬માં ક્રુડના ભાવ ૧ બેલરના ૪૬ ડોલર થઈ ગયા હતા ત્યારે ભારતની પ્રજાને તો પેટ્રોલ અને ડિઝલમાં રૂ।.૭૫ આસપાસ કિંમત ચૂકવવી પડી હતી. આજે છેલ્લા ૧૨ દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં જે વધારો થયો છે તેનું કારણ એવું આપવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ૧ બેરલના ૮૦ ડોલર કે (અમુક દિવસોમાં ૭૪ થી ૭૮ ડોલર) સુધી રહ્યો છે તેથી ભાવ વધે છે. આની સામે નિષ્ણાંતો કહે છે કે જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૧૦ ડોલર હતા ત્યારે લોકોને ૭૫ રૂપિયા લિટરના ભાવે પેટ્રોલ અને ર્‌।.૭૦ના ભાવે ડિઝલ મળતું હતું જ્યારે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧ બેરલના વધુમાં વધુ ૮૦ ડોલર ગણો તો પણ પેટ્રોલ અને ડિઝલ બન્ને ૧ લિટરના રૂપિયા ૧૦૦ની સપાટીને પાર કેમ કરી ગયા છે ? આનું કારણ શું?

petrol diesel price hike
આ અંગે તાજેતરમાં ઓઈલની બાબતોના 1નિષ્ણાંતે આંકડા પ્રસિધ્ધ કરીને કહ્યું કે પેટ્રોલ ઉત્પાદન કેંમત તો રૂ।. ૩૩ છે. પણ કેન્દ્ર અને
રાજ્ય સરકાર મળી રૂ।.૬૦થી વધુ રૂપિયા વેરા તરીકે વસુલે છે બાકીમાં ડિલર્સ કમિશન, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આવે છે. જયાં પેટ્રોલ ડિઝલનો ડીપો હોય ત્યાં થોડુ સસ્તુ હોય અને ભાવનગર વેરાવળ જેવા દુરના સ્થળોએ પેટ્રોલ – ડિઝલના ભાવ વધારે હોય છે તે વાસ્તવિક હકિકત બની ગઈ છે. આ વાત ટાંકીને આ નિષ્ણાત ઉમેરે છે કે ૨૦૨૦ની સાલના અંતિમ ત્રણ માસથી પેટ્રોલ ડિઝલનો વપરાશ વધ્યો છે તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પણ વધી છે. હકિકતમાં પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી ઓઈલ કંપનીઓ અને સરકાર લોકોના ખીસ્સા ખાલી કરીને પોતાની તીજોરી ભરે છે. અમે અગાઉ આ કોલમમાં જણાવી ગયા તે પ્રમાણે કેન્દ્રના નવા પેટ્રોલીયમ મંત્રી હરદીપ પુરીએ એવું નીવેદન કર્યું હતું કે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં જે વધારાની આવક થઈ તેના કારણે લોકોને કોરોનાની વેક્સીન મફત આપવાનો ખર્ચ નીકળી ગયો છે. ટુંકમાં સરકાર અને તેની વાહવાહ કરવાવાળા ભલે સરકારે મફત વેક્સીન આપી વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવ્યો હોવાનો દાવો કરે પરંતુ હકીકત એ છે કે ૨૦૨૦ની માર્ચથી ડિસેમ્બર સુધીમાં લોકોના ખીસ્સામાંથી પેટ્રોલ ડિઝલના વધારાના વેરા રૂપે પૈસા સેરવીને લોકોને મફત વેક્સીન આપી છે આને સિધ્ધી ગણાવનારાઓને તો મુર્ખ શીરોમણીનો એવોર્ડ આપપવો પડે. આ અંગે અન્ય એક આર્થિક નિષ્ણાત કહે છે કે ૩૩ રૂપિયાની ઉત્પાદન કિંમતવાળા પેટ્રોલ ડિઝલમાં કેન્દ્ર અને રાજ્ય જો ર।.૬૦ રૂપિયા આસપાસનો ટેક્ષ એક્સાઈઝ ડ્યુટી, વેટ અને સેસ સ્વરૂપે વસૂલતા હોય તો તેનો અર્થ એ થયો કે લોકોને તો સોના માટે મૂળ કિંમત કરતા ઘડામણ મોંઘુ પડે છે. સરકારે ૨૦૧૪ બાદ ૧૬ વખત એક્સાઈઝ ડ્યુટી વધારી છે. ૨૦૧૪માં માત્ર ૧૦ ટકા એક્સાઈઝ ડ્યુટી હતી આજે ૩૪ ટકા કરતા વધી ગઈ છે. આના કરતા વધુ રકમ પણ હોઈ શકે બીજું કે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધે એટલે અન્ય તમામ ચીજોના ભાવો વધવાના જ છે તે પણ એક વાસ્તવિક હકિકત છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment