આપઘાત / ભિલોડામાં 29 વર્ષીય મહિલા પો.કર્મીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

રાજ્યમાં એક પછી એક પોલીસકર્મીના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ હવે અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે.


  • અરવલ્લી ભિલોડામાં મહિલા પો.કર્મીનો આપઘાત
  • પોલીસ લાઈનમાં ક્વાટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો
  • LRD પો.કર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાની આત્મહત્યા
  • પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ
  • પતિ SRP જવાન તરીકે બજાવે છે ફરજ
  • ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં એક પછી એક પોલીસકર્મીના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ હવે અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો :કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરીમાં દરરોજ થઈ રહ્યા છે માછલીઓનાં મોત

મળતી માહિતી અનુસાર, LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે

આ પણ વાંચો :શહેરોની હાઈટેક શાળાઓને ટક્કર મારે એવી શાળા આ નાનકડા ગામમાં આવેલી છે


More Stories


Top Stories

Photo Gallery

Entertainment