ગોંડલમાં કોંગ્રેસીઓએ વિકાસને કમુરતા નડ્યાનો યોજ્યો કાર્યક્રમ

Gujarat / ગોંડલમાં કોંગ્રેસીઓએ વિકાસને કમુરતા નડ્યાનો યોજ્યો કાર્યક્રમ

@વિશ્વાસ ભોજાની, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગુંદાળા રોડ પર પેટ્રોલ પમ્પ, સ્કૂલ તેમજ અઢળક સોસાયટીઓ આવેલી છે. આ રોડ પર દોઢ વર્ષ પહેલા પાલિકા તંત્ર દ્વારા બુગદાને આરસીસીથી પેક કરવાનું કામ હાથ ધરાયું હતુ, પરંતુ કેટલાક સમયથી જાણે આ કાર્યને કમુરતા નડ્યા હોય તેમ કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવાતા લોકોને ભારે યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે.

જેને લઇને યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી, ઋષભરાજ પરમાર, મોહિત પાભર, પી એ ઝાલા, અંકુર સાટોડીયા, સુરેશભાઈ ભટ્ટી સહિતનાઓએ ઉપરોક્ત સ્થળે પહોંચી વેપારીઓ અને લતાવાસીઓને એકઠા કરી તેઓની સમસ્યાને વાંચા આપતો વિકાસને કમુરતા નડ્યા એવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે પાલિકાનાં સત્તાધીશો દ્વારા વિકાસનાં નામે માત્રને માત્ર મનમાની જ કરવામાં આવી રહી છે.

રોડ રસ્તાનાં કામોનો ભ્રષ્ટાચાર લોકોને આંખે વળગી રહ્યો છે. સુરેશ્વર મહાદેવ જવાનાં રસ્તે બે ત્રણ વર્ષ પહેલા બાંધવામાં આવેલ આરસીસી પુલનાં સળિયા દેખાઈ ગયા છે. આ જગ્યા પર આગામી દિવસોમાં કોંગ્રેસીઓ દ્વારા વિકાસનાં અસ્થી વિસર્જન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો


More Stories


Loading ...