કોરોના / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણના કેસમાં  વધારો જોવા મળી રહ્યો છે .જેમાં આજે 29 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,806 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે.

આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને  32 દર્દીઓ  સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,888દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ  કોરોનાના 316કેસ એક્ટિવ છે.

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment