કોરોના અપડેટ / દેશમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 35 હજાર કેસ

કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા 33.833 નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ પામેલા ની સંખ્યા 285 નોંધાઇ છે. 

દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો જોવા મળે છે,હજીપણ સંપૂર્ણપણે કોરોના નાબૂદ થયો નથી કોરોનાના કેસમાં વધઘટ થયા કરે છે. થોડા દિવસ પહેલા કોરોનાને લઇને આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હજીપણ કોરોના 35 જિલ્લામાં સંક્રીય છે, કેરળ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે જેના લીધે દેશના આંકડામાં ભારે ઉછાળ જોવા મળે છે. દેશમાં કોરોનાના નવા 35,354 કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે પરતું એક બે રાજ્યને બાદ કરતાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે હવે લોકોનું જનજીવન સામાન્ય બન્યું છે. દેશમાં કોરોનાના 35,354 કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થયેલા કોરોના દર્દી એટલે કે કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા 33,833 નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી  285 લોકોના મોત નિપજ્યા છે.

દેશમાં કોરોનાના કેસમાં સૈાથી વધારે કેસ કેરળમાં જોવા મળે છે કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં નથી,કેરળ કોરોનાનું એપી સેન્ટર તરીકે પ્રસ્થાપિત થયો છે. છેલ્લા 24 કલાકમાં 23,260 નોધાયા છે.

ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા અગમચેતી પગલાં રૂપે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધી 77.24 કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે. અને ગઇકાલે નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે રેકોર્ડ બ્રેક વેક્સિનેશન કરવામાં આવી હતી .દેશમાં એક જ દિવસમાં 2,5 કરોડ લોકોને વેક્સિનેશન આપી દેવામાં આવી છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment