ભારતની વધુ એક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ

INDIAN NAVY / ભારતની વધુ એક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ

ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે વધુ એક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌસેનાએ આ પરીક્ષણ સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઇથી કર્યું હતું. પરીક્ષણ દરમિયાન, મિસાઇલે અરબી સમુદ્રમાં મુકાયેલા લક્ષ્યને નિશાન બનાવ્યું હતું, જેણે સફળતાપૂર્વક હિટ કર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની ગતિ ધ્વનિની ગતિ કરતા 2.8 ગણી વધારે છે, તેણે પિન પોઇન્ટ ચોકસાઈથી તેના લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધો હતો.

નોંધપાત્ર વાત એ છે કે ભારત પોતાના દુશ્મનો સાથે વ્યવહાર કરવા માટે લશ્કરી શક્તિઓને મજબૂત બનાવવામાં સતત રોકાયેલ છે. આ જ ક્રમમાં રવિવારે ચેન્નાઈમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ પ્રાઇમ સ્ટ્રાઈક હથિયાર તરીકે નેવલ સપાટી લક્ષ્યોને લાંબા અંતરનાં નિશાનો બનાવીને યુદ્ધ જહાજોની અદમ્યતાની ખાતરી કરશે. મિસાઇલનું સફળ પરીક્ષણ એ દેશ માટે મોટી સફળતા છે. આપને જણાવી દઈએ કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ 30 સપ્ટેમ્બરનાં રોજ ઓડિશામાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનનાં વડા જી સતીષ રેડ્ડીએ બુધવારે ભારતની મિસાઇલ સિસ્ટમ પૂર્ણ થવા અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી 4-5 વર્ષમાં ડીઆરડીઓ ભારતીય સશસ્ત્ર દળોને તેમની પોતાની સંપૂર્ણ મિસાઇલ સિસ્ટમની રચના કરવામાં મદદ કરી શકે છે. રેડ્ડીએ કહ્યું હતું કે, ‘આ બધી બાબતો પર કામ કરવામાં અને કદાચ આખી મિસાઇલ સિસ્ટમને વાસ્તવિક બનાવવામાં અમને 4 થી 5 વર્ષનો સમય લાગશે, જે ખૂબ જ સારા અંતર સુધી કામ કરવામાં સક્ષમ થઇ શકશે.’ ભારતે છેલ્લા બે મહિનામાં 10 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે, જેમાં સ્વદેશી રીતે વિકસિત રુદ્રમ-1 નો સમાવેશ થાય છે. રુદ્રમ-1 એ એન્ટિ-રેડિએશન મિસાઇલ છે જે દુશ્મનનાં રડારને પકડી શકે છે અને ખાસ કરીને તેને નિશાન બનાવી શકે છે, જે પ્રતિકારનાં પ્રથમ તરંગને તોડીને વધુ નુકસાન માટે જગ્યા બનાવવામાં મદદ કરશે.


More Stories


Loading ...