ખરેડી ગામે ‘ડોકટર ખોવાઈ ગયા’ના લાગ્યા પોસ્ટરો….

jamanagar / ખરેડી ગામે ‘ડોકટર ખોવાઈ ગયા’ના લાગ્યા પોસ્ટરો….

કોરોનાના કહેર વચ્ચે જયારે તમે કોઈ સરકારી હોસ્પિટલ પર જાઓ અને ડોક્ટર હાજર નાં હોય તો ત્યારે દર્દીની અને તેના સગાની હાલત કફોળી બને છે. જામનગર જીલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ગેરહાજર હોવાને લઈને લોકો હેરાન પરેશન થી ચુક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખરેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ હાજર ન રહેતા હોવાથી ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં જુદી જુદી જગ્યાએ “ડોકટર ખોવાઈ ગયા છે” ના પોસ્ટરો લગાવી, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અને પોતે આરોગ્ય સેવા થી વંચિત હોવાનું દર્શાવી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર  ઝાલાવડીયા ના ફોટા સાથે ગામ આખામાં આપ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

નોધનીય છે કે ગ્રામજનોએ તબીબ હાજર ન રહેતા હોવાની અનેકવાર ફરિયાદો કરી છે. પરંતુ સમગ્ર મામલે તંત્રએ મૌન  ધારણ કરતા ગ્રામજનોએ પોતાના હક્ક માટે લડત ઉપાડી છે.


More Stories


Loading ...