વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લું મુકાયું

Kevadiya / વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લું મુકાયું

 

@મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ – નર્મદા 

31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે 27 ઓક્ટોબર થી ૨ નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. નર્મદા જિલ્લાના કેવડીય સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસરની આસપાસના રીવર રાફ્ટીંગ, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખૂલ્લા મૂકાયાં છે.

સરકારની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન  પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇેશન સહિતની  કોવીડ-૧૯  લોકડાઉન ના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સવારે ૮ થી ૧૦ અને ૧૦ થી ૧૨, બપોરે ૧૨ થી ૨ અને ૨ થી ૪ તેમજ સાંજે ૪ થી ૬ સહિત એમ  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.  જેમાં પ્રત્યેક સ્લોટમાં  ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ  આપવામાં આવશે. કોવીડ-૧૯ ના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોશીયલ ડિસ્ટન્સીંગની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન  ધોરણે જ અધિકૃત કરાય  છે

 


More Stories


Loading ...