મતગણતરી / ચાંદખેડા વોર્ડમાં ભાજપ જીત તરફ અગ્રેસર, મનપા વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ છોડ્યું કાઉન્સિંગ સ્થળ

રાજયમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેનું પરિણામ આજે એટલે મંગળવારે જાહેર થઇ રહ્યું છે. જેમાં એક તરફ ભાજપની જીત થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આવામાં અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે. ત્યારે  ચાંદખેડા વોર્ડમાં ભાજપ જીત તરફ આગળ જતા જોઈ મનપા વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ કાઉન્સિંગ સ્થળ છોડયું જતા જોવા મળ્યા છે. ગુજરાત કોલેજનું ગણતરી કેન્દ્ર છોડી જતા જોવા મળ્યા છે.

રાજ્યની 6 મનપાની બેઠકો અને મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે તો વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે તો સુરત મનપાના 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે તો ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery