E-COMARCE / ઇ-કોર્મસને લગતા કાયદા વિશે જાણો,છેતરપિંડીથી બચી શકો છો

કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ગ્રાહક સુરક્ષા કાયદો 2019(Consumer Protection Act 2019)ને મંજૂરી આપી છે. હવે આ નવો કાયદો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. નવો કાયદો 20 જુલાઈથી લાગૂ થઈ ગયો છે.

આજે લગભગ લોકો ઓનલાઇન ખરીદી કરતાં થયાં છે જેના લીધે છેતરપિંડીના કેસ પણ ખુબ વધ્યા છે, તહેવારની મોસમમાં લોકો ખુબ ઓનલાઇ ખરીદી કરતા હોય છે અનેક લોકો છેતરાતા પણ હોય છે પરતું તેમની પાસે પુરતું જ્ઞાન ના હોવાથી તે ફરિયાદ કરતાં નથી હવેતમામ માહિતી અમે આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ગ્રાહક સુરક્ષા કાયદો 2019 હેઠળ ઈ-કોમર્સને લગતા નવા નિયમોને મંજૂરી આપી હતી. આ નવા નિયમ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ સાઈટ્સને પણ લાગૂ પડશે. આ કાયદામાં ઈ-કોમર્સ સાઈટ્સ માટે અનેક કડક જોગવાઈ કરવામાં છે. નકલી તથા ભેળસેળયુક્ત માલ-સામાન વેચવનારને આજીવન કેદની સજા કરવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આ નવા નિયમોથી તમારી ઈ-શોપિંગમાં શું પરિવર્તન આવશે?

ઈ-કોમર્સ વેબસાઈટ્સ ગ્રાહકોથી કંઈ જ છૂપાવી શકશે નહીં?

આ નવા નિયમોને કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રુલ્સ 2020 નામ આપવામાં આવ્યુ છે. તેમા ઓનલાઈન રિટેલર્સને રિટર્ન, રિફન્ડની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.   

ઈ-કોમર્સ નિયમ એવા તમામ ઈ-રિટેલર્સને લાગૂ પડશે કે જે ભારતીય ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ આપી રહી છે. પછી તેનીરજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં હોય કે વિદેશમાં, તેનાથી ફેર નથી પડતો.  

અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ્સે ગ્રાહકોને તમામ પ્રકારની માહિતી આપવી પડશે. આ માહિતી ગ્રાહકને શોપિંગ અંગે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. 

ગ્રાહકે કહેવું પડશે કે વિક્રેતા સાથે શું સમજૂતી થઈ. તેનું સરનામુ શું છે, પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાં થયું, એક્સપાયરી ડેટ, પેમેન્ટ ગેટવેની સેફ્ટી તથા કસ્ટમર કેર નંબર અંગે પણ માહિતી આપવી પડશે. 

રિટર્નની પ્રોસેસ, રિફંડની પ્રોસેસ તથા વિક્રેતાનું રેટિંગ શું છે તે અંગે જાણકારી આપવી પડશે.ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. એવી જ રીતે વિક્રેતાઓ સાથે પણ કોઈ ભેદભાવ કરી શકાશે નહીં.  

ગ્રાહકોને એવી બાબત અંગે જાણકારી આપવાની રહેશે કે જે હેઠળ વિક્રેતા સામે ફરિયાદ કરી શકાય છે. ગ્રાહકને તેની ફરિયાદની સુનાવણીની પ્રક્રિયાનું અપડેટ પણ મળતુ રહેશે.

અત્યાર સુધી વિક્રેતાઓની જવાબદારી બનતી હતી, પણ હવે ઈ-કોમર્સ કંપનીઓની પણ જવાબદારી રહેશે. કારણ કે, તેમના પ્લેટફોર્મ પર દેખાડવામાં આવતી પ્રોડક્ટને તેમના ગેટવે પર ચુકવણી કરી ખરીદી શકાય છે

શું છે નવો કાયદો

 • કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ગ્રાહક સુરક્ષા કાયદો 2019(Consumer Protection Act 2019)ને મંજૂરી આપી છે. હવે આ નવો કાયદો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. નવો કાયદો 20 જુલાઈથી લાગૂ થઈ ગયો છે.
 • ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. પણ વિવિધ નિયમોને પગલે તે લાગૂ કરી શકાયો ન હતો. નવા કાયદામાં એવી અનેક જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં ઈ-કોમર્સ કંપનીઓની જવાબદારી નક્કી કરી શકાય.
 • ગ્રાહક સુરક્ષા કાયદો 2019 નામથી જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે તેના પ્રકરણ ત્રણની કલમ 10થી 27 અંગે અત્યારે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
 • જિલ્લા પંચના નિર્ણય સામે રાજ્ય પંચમાં અપીલ કરવાની મુદત 30 દિવસથી વધારી 45 દિવસ કરવામાં આવી છે. હવે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય પંચ પોતાના નિર્ણય રિવ્યૂ પણ કરી શકે છે.
 • નવા કાયદાથી ગ્રાહક વધુ સક્ષમ અને શક્તિશાળી બન્યો છે. જિલ્લા અને રાજ્ય પંચ જો ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપે તો તેની અપીલ રાષ્ટ્રીય પંચમાં થશે નહી  
 • વર્તમાન સમયમાં ગ્રાહકની ફરિયાદોમાં 20 લાખથી વધારે રકમના વિવાદ માટે સ્ટેટ કમિશન સમક્ષ અરજી કરવા જવુ પડતુ હતું.  નવા કાયદા પ્રમાણે એક કરોડ રૂપિયાથી વધારે અને 10 કરોડ સુધીના કેસ સ્ટેટ કમિશન સમક્ષ લઈ જઈ શકાશે.
 • બીજી બાજુ 10 કરોડ રૂપિયાથી વધારેના કેસ નેશનલ કમિશન સમક્ષ જશે.
 • કોઈ પણ સ્થળેથી ફરિયાદ કરી શકાય છે
 • નવા કાયદાથી ગ્રાહકોને ગમે ત્યાંથી ફરિયાદ કરી કરવાનો વિકલ્પ મળી ગયો છે. ગ્રાહક તેમના ઘરની નજીકથી પણ કોઈ પણ ગ્રાહક પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે.
 • અગાઉ ગ્રાહકોએ જ્યાંથી માલ-સામાન ખરીદ્યો હોય અથવા જ્યાં વિક્રેતાનની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાં રૂબરુ જઈને ફરિયાદ કરવી પડતી હતી. પણ હવે આવી કોઈ જરૂર રહેશે નહીં.
 • ગ્રાહકોને લગતા વિવાદના ઉકેલ માટે નવા નિયમો હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના કેસ ફાઈલ કરવા પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં જો ફરિયાદકર્તા કેસની સુનાવણીમાં રૂબરુમાં ફોરમ સમક્ષ પહોંચી ભાગ ન લઈ શકે તો તે નવા કાયદા પ્રમાણે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પણ ઉપસ્થિત રહી શકે છે
 • ઈ-કોમર્સ વેબસાઈટ પાસે વળતર માંગી શકે છે
  • નવો કાયદો પ્રોડક્ટના ઉત્પાદક, પ્રોડક્ટના સર્વિસ પ્રોવાઈડર અને પ્રોડક્ટના વિક્રેતાને કોઈ પણ વળતરના દાવામાં સામેલ કરી શકે છે.
  • ઈ-રિટેલર્સના વ્યવસાયના નામ સહિત માલ-સામાન તથા સેવાઓ આપનાર વિક્રેતા અંગે સવિસ્તાર માહિતી આપવી પડશે, પછી તે રજીસ્ટર્ડ હોય કે ન હોય.
  • જો કોઈ નકલી-બનાવટી માલસામાન બનાવવા કે વેચાણ કરવામાં દોષિત જણાય તો બે વર્ષ સુધી લાઈસન્સ રદ્દ થશે. બીજી વખત ફરિયાદ મળવાના સંજોગોમાં લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.
  • કન્ઝ્યુમર કમિશનમાં મીડીએશન સેલ બનશે. કોઈ પણ ફરિયાદમાં મધ્યસ્થતાની સંભાવના હોય ત્યારે તે આ સેલ દ્વારા ડિલ કરવામાં આવશે. બન્ને પક્ષકારને કોઈ એક સમાધાન પર સહમત કરવા પ્રયત્ન કરવામાં આવશે
  • નકલી માલ-સામાનથી મૃત્યુ થવાના સંજોગોમાં આજીવન કારાવાસની જોગવાઈ
   • ગ્રાહકનું ભેળસેળ અને નકલી માલ-સામાન માટે ઉત્પાદકો તથા વિક્રેતાઓને કોર્ટમાં લઈ જઈ શકે છે તથા યોગ્ય વળતરની માંગ કરી શકે છે.
   • નવા કાયદામાં મેન્યુફેક્ચરર અને વિક્રેતા ડિફેક્ટિવ પ્રોડક્ટ કે સર્વિસને લીધે થતી ઈજા કે નુકસાનની ભરપાઈ માટે જવાબદાર હશે.
   • જો ડિફેક્ટિવ પ્રોડક્ટને લીધે ગ્રાહકને કોઈ ઈજા ન પહોંચી હોય પણ ખામીયુક્ત ઉત્પાદનોનું વેચાણ કરવા બદલ 6 મહિનાની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે

More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment