માહિતી / પોલીસ ફરિયાદ કેવી રીતે કરી શકાય જાણો વિગતો

ગુન્હો બન્યો ત્યારે તમારી આસપાસ અન્ય નજરે જોનાર સાક્ષીઓના નામ અને સરનામા તેમજ તેમની અન્ય વિગતો આપવી

ઘણાબધા હશે કે જેમને FIR શું છે તેની ખબર નહીં હોય,તેમના માટે આ માહિતી ખુબ ઉપયોગી નીવડશે, કોઇ  ગુનાહિત પ્રવૃતિ આચરે તો  શું કરવું જોઇએ તે્ની માહિતી આપણી પાસે હોવી અનિવાર્ય છે.કાયદાકીય માહિતી હશે તો તમને કાર્યવાહી કરવામાં સરળતા રહેશે એ હેતુથી અહીંયા પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.        .

FIR એટલે શું?:-

   FIR એટલે પ્રથમ માહિતી અહેવાલ. ગુન્હો બન્યો હોય તેની પ્રાથમિક માહિતી કોઈપણ વ્યક્તિ પોલીસને આપી             શકે   છે.
ગુન્હો બને ત્યારે આપણે શું કરવું જોઈએ?
• કોઈપણ જગ્યાએ ગુન્હો બને એટલે તરત પોલીસ ને જાણ કરવી જોઈએ.
• ત્યારબાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવી જોઈએ.
ફરિયાદ કોણ નોંધાવી શકે?
• જે વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો આચરવામાં આવ્યો હોય તે વ્યક્તિ પોતે ફરિયાદ નોંધાવે તો ફરિયાદ વધારે મજબૂત બને છે.
• અસરગ્રસ્ત/ ઈજા પામનાર વ્યક્તિ અથવા મૃત્યુ પામનાર વ્યક્તિના સંબંધી.
• ગુન્હાની જગ્યાએ બનાવના સ્થળે હાજર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
પોલીસ ફરિયાદ કઈ રીતે રીતે નોંધાવી શકાય?
1. ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પણ ફરિયાદ આપી શકાય છે.
2. સીધા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકાય.
3. જો પોલીસ ફરિયાદ ન લે તો (DSP) એટલે કે જિલ્લા પોલીસ વડાને રજીસ્ટર એ.ડી. અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ           દ્વારા ફરિયાદ મોકલી શકાય છે.
4. સીધા કોર્ટમાં વકીલ મારફતે અથવા જાતે પણ ફરિયાદ નોંધાવી શકાય (ખાનગી ફરિયાદ)
5. ઈલેક્ટ્રોનિક માધ્યમ ( SMS, ઈમેઈલ, શોશિયલ મીડિયા) દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
ફરિયાદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:-
• ગુન્હો કરનારનું નામ અને સરનામું. ( જો જાણતા હોઈએ તો)
• ગુન્હો કરવાનું ઉદેશ્ય/ કારણ
• ગુન્હો કરનારની ઓળખનું નિશાન જેમ કે દેખાવમાં કેવો હતો, શરીરનો બાંધો, કપડાં કેવા પહેર્યા હતા વિગેરે.
• ગુનામાં ભોગ બનનારને થયેલ શારીરિક ઇજાઓ.મિલકત, ઘરવખરી, અન્ય વસ્તુના નુકશાન ની માહિતી.ગુનામાં         વાપરવામાં આવેલ હથિયાર
• આરોપી દ્વારા કઈ રીતે ગુન્હો કરવામાં આવેલ છે તેનું વિસ્તૃતમાં વર્ણન કરવું.
• ગુન્હો બન્યો ત્યારે તમારી આસ પાસ અન્ય નજરે જોનાર સાક્ષીઓના નામ અને સરનામા તેમજ તેમની અન્ય                વિગતો.
યાદ રાખો:-
• ફરિયાદ વાંચી અથવા સાંભળીને તેના ઉપર સહી કરવી.
• ફરિયાદ ની નકલ વિનામુલ્યે ફરિયાદી મેળવવા માટે હક્કદાર છે. અને તેનો અધિકાર પણ છે.

ગુન્હાના બે પ્રકાર હોય છે.
(૧) કોગ્નિઝેબલ ગુન્હો- (જાણકારી અને સમજણપૂર્વકનો અથવા ગુનાહિત ગુન્હો)
પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.
(ર) નોન-કોગ્નિઝેબલ ગુન્હો – ( બિન સજાપાત્ર ગુન્હો)
જે ગુન્હો આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુન્હાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment