શપથવિધિ / આવતીકાલે મમતા બેનર્જી મુખ્યમંત્રી પદના શપથ લેશે, સૌરવ ગાંગુલી સહિતના આ લોકોને આમંત્રણ અપાયું

TMC સુપ્રીમો મમતા બેનરજી આવતીકાલે સવારે 10.45 વાગ્યે વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યા બાદ સતત ત્રીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોવિડ -19 કટોકટીને લીધે, સતત ત્રીજી વખત રાજ્યની કમાન સંભાળનાર મમતા બેનર્જીના શપથ ગ્રહણ સમારોહમાં માત્ર થોડા લોકો હાજર રહેશે.

કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, શપથ ગ્રહણ કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ કરવાનો કાર્યક્રમ 55 મિનિટનો રહેશે. સીએમ મમતા સવારે 10.25 વાગ્યે કાલીઘાટ ખાતેના તેમના ઘરેથી શપથ ગ્રહણ કાર્યક્રમ માટે રવાના થશે. તેની સાથે ભત્રીજા અભિષેક બેનર્જી અને પ્રશાંત કિશોર ઉપસ્થિત રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલી, ટીએમસી મહાસચિવ પાર્થ ચેટર્જી, વરિષ્ઠ નેતા સુબ્રત મુખર્જી, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ અપાયું છે.

આ સિવાય ડાબેરી અધ્યક્ષ વિમાન બોઝ, બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, ભાજપના નેતા મનોજ તિગ્ગા, કોંગ્રેસના નેતાઓ અબ્દુલ મન્નાન, પ્રદીપ ભટ્ટાચાર્ય, અધિર રંજન ચૌધરીને પણ આમંત્રિત કર્યા છે. જો કે કોંગ્રેસ તરફથી આમંત્રણ પત્ર મળવાની પુષ્ટિ મળી નથી.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ટીએમસી 292 માંથી 213 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તા પર આવ્યા છે. ભાજપે 77 બેઠકો જીતી લીધી છે. અન્ય બે બેઠકો જીત્યા છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery