ઉંમર માત્ર નંબર હોય છે / કેરળના મીનાક્ષી અમ્મા જીવનના સાત દાયકા પછી પણ વિદ્યાર્થિઓને શીખવે છે નિ:શુલ્ક માર્શલ આર્ટ

ભારતના સૌથી જુના માર્શલ આર્ટના નિર્પુણ મીનાક્ષી આજે જીવનના સાત દાયકા પછી પણ પોતાની કળાને જીવંત રાખીને વિદ્યાર્થિઓને શીખવી રહ્યા છે.

કહેવાય છે કે ઉંમર અને કળાને કોઇ લેવા-દેવા નથી હોતા. તમે જો કઇ કરવાનું ધારી લો તો ગમે ત્યારે કરી લો છો. અને જો પોતાના કામ પ્રત્યે પ્રેમ હોય તો તે કાર્ય કોઇ પણ ઉંમરે કરી શકો છો. જેનું ઉમદા ઉદાહરણ છે. કેરળના મીનાક્ષી અમ્મા. ભારતના સૌથી જુના માર્શલ આર્ટના નિર્પુણ મીનાક્ષી આજે જીવનના સાત દાયકા પછી પણ પોતાની કળાને જીવંત રાખીને વિદ્યાર્થિઓને શીખવી રહ્યા છે.

કેરળના વાટકારાના રહેવાસી 77 વર્ષીય મીનાક્ષી અમ્મા ભારતની સૌથી જૂની કલારીપયટ્ટુ કળા કુશળતામાં પારગંત છે. તેઓ માર્શલ આર્ટની આ જૂની કળાને આગળ વધારવામાં સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે તે સાડી પહેરી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કલાકોના કલાકો તેમને લોકો નિહારી રહે છે.
નાની વયે તાલિમ શરૃ કરી

માત્ર સાત વર્ષની ઉંમરમાં તેમને આ કળા શીખવા માટે તાલિમ લેવાનું શરૂ કર્યું હતું. મીનાક્ષીના મોટાભાગના વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જેમની ઉંમર 6થી 26 વર્ષની વચ્ચે છે. તેમને દિકરીઓને આ કળા શીખવવી ગમે છે. જો કે તેનો અર્થ એ નથી કે તેઓ આ કળા માત્ર છોકરીઓને જ શીખવે છે. રસ ધરાવતા અને શીખવા માંગતા દરેક વિદ્યાર્થિઓ માટે તે હંમેશા તૈયાર રહે છે.

આર્ટ શાળામાં નિ:શુલ્ક તાલીમ

મીનાક્ષીનું માનવું છે કે આ કળાને જેટલી નાની ઉંમરમાં શીખશો એટલું તમે તેમાં પારંગત શઈ શકશો. તેમની આર્ટ સ્કૂલમાં ફી નથી લેવામાં આવતી. દર વર્ષના અંતે, તેમના વિદ્યાર્થીઓ પોતાની મરજીથી જે ઈચ્છે તે ગુરુ દક્ષિણા આપી શકે છે. તેમના એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે અહીં શીખીને કળાને આગળ વધારી રહ્યા છે.

માતા-પિતાનો સર્પોટ રહ્યો

મીનાક્ષીના અનુસાર, મારા પિતાએ ક્યારેય મને કલારીપયટ્ટુ શીખવા માટે રોકી નથી. તેઓ આ કળાને પોતાના માટે વરદાન માને છે. તેમના લગ્ન રાઘવન માસ્ટર સાથે થયા હતા જેઓ એક સ્કૂલ ટીચર હતા. તેમને પોતાની ટ્રેનિંગ સ્કૂલ ખોલી જ્યાં કોઈપણ આ કળાને શીખી શકે છે. અહીં 17 વર્ષની ઉંમરમાં મીનાક્ષીએ કલારીપયટ્ટુની તાલિમ આપવાનું શરૂ કર્યું.

સંતાનો પણ તેમના નક્શેકદમ

મીનાક્ષીની આ કળા પ્રત્યે સમર્પણ જોઈને તેમની બે દીકરી અને બે દીકરા પણ છ વર્ષની ઉંમરમાં આ કળા શીખવાનું શરૂ કર્યું. 2017માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉંમરમાં તેમનો આટલો ઉત્સાહ જોઈને એવું કહેવું જરાય ખોટું નથી કે ઉંમર માત્ર એક નંબર છે. તેને શોખ, કળા અને કોઇ પણ મનગમતા કાર્ય સાથે કોઇ લેવા દેવા નથી.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment