ક્રિકેટ / આઇસીસી રેન્કિંગમાં ફરીવાર મિતાલી રાજ ટોપ પર

મિતાલી રાજ ફરી વનડે ક્રિકેટમાં વિશ્વની પ્રથમ નંબરની બેટ્સમેન બની છે. તેણે વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલરને પછાડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજ ફરી વનડે ક્રિકેટમાં વિશ્વની પ્રથમ નંબરની બેટ્સમેન બની છે. તેણે વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલરને પછાડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. થોડા દિવસો પહેલા જ કેરેબિયન મહિલા બેટ્સમેન ટેલરે વનડેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ આઇસીસીની તાજેતરની રેન્કિંગમાં મિતાલી રાજ ફરી એકવાર વનડે ક્રિકેટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે..

આઇસીસીએ 20 જુલાઈ (મંગળવાર) ના રોજ મહિલા વનડે બેટ્સમેનો માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી. જે બાદ મિતાલી ફરી એકવાર 762 પોઇન્ટ સાથે વિશ્વની પ્રથમ ક્રમાંકિત બેટ્સમેન બની ગઈ છે. બીજા ક્રમે 758 રેટિંગ પોઇન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની લિજલ લી છે. ઓસ્ટ્રેલિયાની એલિસા હેલી 756 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ 754 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે.ગયા અઠવાડિયે આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહેલી સ્ટેફની ટેલર હવે 736 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે નિતાલી રાજ તેની આગવી શૌલીથી બેટિંગ કરીને તેની બેટિંગ સાત્યતા જાળવે છે અને ટીમ ઇન્ડિયામાં તેનું યોગદાન સવિશેષ હોય છે.


More Stories


Top Stories

Photo Gallery

Entertainment