ICC T-20 WORLD CUP / નામીબિયાએ સ્કોટલેન્ડને 4 વિકેટથી હરાવ્યું,ટ્રમ્પલમેને 3 વિકેટ લીધી

આ પહેલા સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા.નામીબિયાએ 6 વિકેટ ગુમાવીને રન ચેસ કર્યા

ICC T20 વર્લ્ડ કપની 21મી મેચમાં આજે સ્કોટલેન્ડનો મુકાબલો નામીબિયા સામે થયો. આ મેચ અબુ ધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. નામિબિયાએ 110 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. નામિબિયા તરફથી જેજે સ્મિતે અણનમ 32 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ માટે માઈકલ લીસ્કે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ પહેલા સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ માટે માઈકલ લીસ્કે 27 બોલમાં 44 રન બનાવ્યા હતા. નામિબિયા માટે ફાસ્ટ બોલર રુબેન ટ્રમ્પલમેને 3 વિકેટ લીધી હતી.

 

 


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment