વિદ્યાર્થી  કે સફાઈકર્મચારી ? / શાળાના પહેલાજ દિવસે વિદ્યાર્થીઓને શિક્ષણ નહી પરતું સાફ-સફાઈ કરાવવામાં આવી,

 20 મહિનાથી બંધ શાળાની સાફ સફાઈ શાળાના  વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી.  ભાર વિનાનું ભણતરના સૂત્રના નિયમના ધજાગરા ઉડાવતા શિક્ષકો આ બંન્ને શાળામાં જોવા મળ્યાં છે

Reporter Name: ઋષિયંત શર્મા, નવસારી

ધોરણ 1 થી લઈને 5ના તમામ વર્ગો શરૂ થઈ જવાની જાહેરાત શિક્ષણમંત્રી દ્વારા કરી દેવામાં આવી છે. જેને લઈને તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે. સરકારી શાળાઓથી લઈને ખાનગી તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શાળાના પહેલા જ દિવસે બાળ મજૂરીના દ્રશ્યો સામે આવ્યા છે.

વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળામાં હોંશે-હોંશે અભ્યાસ અર્થે મોકલતા હોય છે. પરંતુ એ વાતથી બેખબર હોય છે. કે શાળામાં તેમના સંતાન પાસે કેવા કામ કરાવવામાં આવતા હોય છે.  અને આવું પણ જ્યારે ખુદ જિલ્લા શિક્ષણાધિકારીની હાજરીમાં થાય ત્યારે શરમથી માથુ ન ઝૂકે તો જ નવાઈ. નવસારી જીલ્લામાં એક શાળામાં બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે.  શાળામાં જ બાળકો પાસે સાફ સાફાઈ કરાવવામાં આવી છે. નવસારી અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડી તાલુકાની શાળામાં પહેલાજ દિવસે વિદ્યાર્થીઓને શિક્ષણ નહી પરતું સાફ-સફાઈ કરાવવામાં આવી,

  • શાળા શરૂ થતાંની સાથે વિવાદ
  • નવસારી અને નસવાડીની શાળા વિવાદમાં
  • શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ મજૂરી
  • પહેલા દિવસે કરાવાઈ સાફ-સફાઈ

નવસારી જિલ્લાના જલાલપોરના તવડી ગામની પ્રાથમિક શાળા તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નસવાડી કુમાર શાળામાં આ બન્ને સરકારી શાળામાં પ્રથમ દિવસે જ વિવાદમાં આવી છે.  બંન્ને શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવી.  20 મહિનાથી બંધ શાળાની સાફ સફાઈ શાળાના  વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી.  ભાર વિનાનું ભણતરના સૂત્રના નિયમના ધજાગરા ઉડાવતા શિક્ષકો આ બંન્ને શાળામાં જોવા મળ્યાં છે. કોરોના ગાઈડ લાઈન પ્રમાણે બાળકોને અભ્યાસ માટે વાલીઓએ મંજૂરી આપી દીધી. પરતું શાળામાં બાળકોને અભ્યાસ કરાવવાની જગ્યાએ તેમની પાસે સાફ-સફાઈ કરાવવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે બાળકોને અભ્યાસ કરાવવાની જગ્યાએ સાફસફાઈ કરાવી કેટલી યોગ્ય છે.  સફાઈ કરાવનાર બે જવાબદાર શિક્ષકો સાથે પગલાં ક્યારે લેવાશે.

 

ગુજરાત / ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, આ તારીખે લેવાશે પરીક્ષા

મોટું એલાન / પંજાબમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દર મહિને મહિલાઓને મળશે 1000 રૂપિયા..

Stock Market / ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment