પંચમહાલ-ભરુચનાં એક-એક યુવકનો પંતગની દોરીએ લીધો જીવ

ઉત્તરાયણ / પંચમહાલ-ભરુચનાં એક-એક યુવકનો પંતગની દોરીએ લીધો જીવ

કોરોનાનાં કપરાકાળમાં કડક માર્ગદર્શીકા હોવા છતા ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કહી શકાય કે, ન ફક્ત 2020માં પણ 2021ના વર્ષમાં પણ કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું. આવામાં પણ ગુજરાતનાં અનેક શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી અને પતંગની મોજની શરૂઆત વહેલી સવારથી જ થઈ હતી. લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા હતા. પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો હતો. સાથે સાથે અમુક માઠા સમાચાર પણ સામે આવી રહ્યા હતા અનેક પક્ષીઓને પતંગની દોરીએ ખોલી નાખ્યા અને અનેક લોકોને પણ પતંગની દોરીએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા, તો અમુક કિસ્સામાં તો લોકોનાં જીવ પણ ગયા હતા.

અંકલેશ્વર

વાત કરવામાં આવે પતંગે લીધેલા ભોગની તો અંકલેશ્વરમાં પણ ગળું કપાવવાની ઘટના બની હતી. શહેરના ઓએનજીસી બ્રિજ પર પસાર થતા યુવકનું ગળે દોરી વાગતા મોત થયું હોવાનાં દુખદ ઘટના બની છે. યુવક ભરૂચ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તરફ ભરૂચ શહેરમાં પણ બપોરે ત્રણ કલાક સુધીમાં દોરીથી ઇજા પહોંચી હોવાનાં પાંચ કેસ નોંધાયા છે. જેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.

પંચમહાલ

સાથે જ બીજા બનાવમાં પંચમહાલમાં ચાઈનીઝ દોરીથી બાઈક ચાલકનું યુવકનું મોત થયું હતુ. વેજલપુરના 40 વર્ષીય વતની રાયજીભાઈ ઓડનું દોરી વાગતા મોતને ભેટ્યા છે. આમ તો ગુજરાત અને દેશભરમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે જ પરંતુ અમુક લોકો અણસમજણમાં પોતાની મજા માટે અનેકનાં જીવ જોખમમાં મુકે છે જે રાજ્ય માટે દુખદ બાબત છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો


More Stories


Loading ...