નિયુક્તિ / પાકિસ્તાનની જસ્ટિસ આયેશા મલિક સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ બની,જાણો

અગાઉ, જસ્ટિસ આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જસ્ટિસ હતા. આવી સ્થિતિમાં, પાકિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશના ન્યાયિક ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે.


જસ્ટિસ આયશા મલિકને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, હું જસ્ટિસ આયેશા મલિકને સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ બનવા બદલ અભિનંદન આપું છું. તેમને મારી શુભકામનાઓ.” અગાઉ, જસ્ટિસ આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જસ્ટિસ હતા. આવી સ્થિતિમાં, પાકિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશના ન્યાયિક ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે.

કાયદા મંત્રાલય દ્વારા શુક્રવારે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ જસ્ટિસ મલિકની પદોન્નતિને મંજૂરી આપી હતી. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ પદના શપથ લેતાની સાથે જ તેમની નિમણૂક અસરકારક થઈ જશે.આ મહિનાની શરૂઆતમાં જ્યુડિશિયલ કમિશન ઓફ પાકિસ્તાન (JCP) દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી, જસ્ટિસ આયશા મલિકને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની નિમણૂક સાથે સંબંધિત દ્વિપક્ષીય સંસદીય સમિતિ દ્વારા પ્રમોશનમાં મંજૂરી આપવામાં આવી હતી.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ ફારુક એચ નાઈકની આગેવાની હેઠળની સંસદીય સમિતિએ તેમના નામને મંજૂરી આપતી વખતે વરિષ્ઠતાના સિદ્ધાંતને નકારી કાઢ્યો હતો. લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશોની વરિષ્ઠતા યાદીમાં જસ્ટિસ મલિક ચોથા ક્રમે હતા.


More Stories


Top Stories


Photo Gallery

Entertainment