રેસીપી / પાસ્તા-બાળકોના જ નહીં, મોટેરાંઓની પણ પ્રથમ પસંદ

સોજીનો ઉપયોગ કરીને પણ પાસ્તા બનાવી શકો છો. સ્વાદમાં પણ ચટાકેદાર લાગે છે તેમજ સ્વાસ્થ્યને પણ નુકસાન નથી કરતા. તો ચાલો, આજે જાણીએ સોજી પાસ્તા બનાવવાની રીત

પાસ્તાનું નામ પડે એટલે ભલભલાને મોંમાં પાણી આવી જાય. જોકે, સમસ્યા એ છે કે પાસ્તામાં મેંદો વપરાય છે અને મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો હવે કરવું શું. એનો જવાબ છે – સોજી. તમે સોજીનો ઉપયોગ કરીને પણ પાસ્તા બનાવી શકો છો. સ્વાદમાં પણ ચટાકેદાર લાગે છે તેમજ સ્વાસ્થ્યને પણ નુકસાન નથી કરતા. તો ચાલો, આજે જાણીએ સોજી પાસ્તા બનાવવાની રીત.

સામગ્રીઃ  સોજી, ટામેટાં, શિમલા મિર્ચ, ગાજર, ડુંગળી, આદુ અને લસણની ચટણી, ટામેટાંનો સોસ, મસાલા અને કોથમીર.

રીતઃ પહેલાં તો સોજીમાંથી પાસ્તા કેવી રીતે બનાવવા તેની વાત કરીએ અને ત્યાર બાદ કેવી રીતે વઘારવા તે જોઈશું. એક વાડકામાં સોજી લો અને તેમાં મીઠું અને તેલ નાખી, જરૃર મુજબનું પાણી ઉમેરી કણક બાંધો. સોજીનો લોટ છે એટલે સ્વાભાવિક રીતે તે ફૂલશે. લોટ થોડો ઢીલો બાંધવાનો. બાંધેલા લોટને પંદર મિનિટ ઢાંકી રાખો અને ત્યાર બાદ ફરીથી ગુંદી લો. એક મોટો લૂઓ બનાવો. આ લૂઆમાંથી પાતળી પટ્ટી તૈયાર કરી આ પટ્ટીને નાના-નાના ટુકડામાં વહેંચી લો. આ ટુકડાઓને ગોળાકાર વાળી લો એટલે રિંગ જેવો આકાર બનશે. આ રીતે ગોળાકાર રિંગના પાસ્તા તૈયાર કરી લો. આ રિંગને સ્ટીમ કરવા મૂકો. વાટા મૂકવાના સ્ટીમરમાં આ પાસ્તા રિંગ મૂકી તેને બરાબર બાફી દો. વીસ મિનિટ સુધી બરાબર સ્ટીમ કર્યા બાદ જુઓ કે પાસ્તા રિંગ બરાબર બફાઈ ચૂકી છે કે નહીં. જ્યારે બફાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લો.

હવે વાત કરીએ આ પાસ્તા રિંગને વઘારવાની. એક કડાઈમાં તેલ, જીરું, રાઈ મૂકી વઘાર કરો. વઘાર તતડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીના ભાગનું પાણી બળી જાય એટલે તેમાં સમારેલા ટામેટાં, શિમલા મિર્ચ, ગાજર  નાંખો. કડાઈને ઢાંકીને બધાં શાકભાજીને થોડીવાર ચઢવા દો. દસ મિનિટ બાદ તેમાં પાસ્તા રિંગ ઉમેરો અને બરાબર હલાવો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધણાજીરું અને ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ફરી પાછું બે મિનિટ માટે કડાઈ પર ઢાંકણ ઢાંકી દો, જેથી પાસ્તા રિંગ અને શાકભાજીમાં મસાલો બરાબર ભળી જાય. હવે બે મિનિટ બાદ ગેસ સ્ટવ બંધ કરી દો અને કોથમીરથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી સોજી પાસ્તા રિંગ. જો તમારે પાસ્તાની રિંગ ન બનાવવી હોય અને નાની-નાની પટ્ટીઓ કાપીને પાસ્તા તૈયાર કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment