રાજકોટ / જલારામ હોસ્પિટલની ગંભીર બેદરકારીને લીધે દર્દીનું મોત

રાજકોટ શહેરમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળે છે. તેમાં પણ  દર્દીઓના ઓક્સિજન લેવલ ઓછુ થઇ જવાની ફરિયાદ મળી રહી છે.  હાલમાં રાજકોટ સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટિલેટર બેડ મળવો મુશ્કેલ છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારથી શહેરમાં વધુ સારવાર અર્થે આવેલા દર્દીને ખાનગી હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર ન આપતા દર્દીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરની જલારામ હોસ્પિટલે 25 હજાર ડિપોઝિટ લઇ ફાઇલ બનાવી લીધા બાદ દર્દીની હાલત ગંભીર હોવાનું કહી સારવાર ન આપતા દર્દીનું મોત નીપજ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં દર્દીને ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સમાં રાજકોટના પંચવટી મેઇન રોડ પર આવેલી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરિવારજન દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ મેટોડા સંજીવની હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે રાજકોટ લાવવામાં આવ્યા બાદ જલારામ હોસ્પિટલમાં 25000 ડિપોઝીટ આપી ફાઇલ બનાવ્યા બાદ દર્દીની હાલત ગંભીર છે તેમ કહી દર્દીને સારવાર ન આપતા દર્દીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery